ખબર જીવનશૈલી

બર્થ ડે પર નીતા અંબાણીને દેરાણી ટીનાએ કેવી રીતે આપી શુભકામના, જુઓ

1-નવેમ્બર 1963 ના રોજ જન્મેલી દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી 57 વર્ષની થઇ ચુકી છે. આ ખાસ મૌકા પર નીતાની દેરાણી અને એક જમાનાની ફેમસ અભિનેત્રી ટીના અંબાણીએ જેઠાણીને જન્મદિસવની ખાસ શુભકામના આપી હતી.

Image Source

આ ખાસ અવસર પર ટીનાજીએ નીતાજી સાથેની પહેલાની એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને એક ભાવભરેલી પોસ્ટ લખીને નિતાજીને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના આપી હતી. ટીના અંબાણીની આ પોસ્ટને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

Image Source

આ ભાવુક પોસ્ટમાં ટીનાએ લખ્યું કે,”એક સમર્પિત પત્ની, મા અને એક શાનદાર ઉદ્દેશ્ય વાળી મહિલાને જન્મદિસવની હાર્દિક શુભકામનાઓ. તમારો દિવસ, આગળનું વર્ષ ખુશીઓ, શાંતિ અને રોમાંચથી ભરેલું રહે”.

Image Source

ટીનાએ પોતાની બીજી પોસ્ટમાં અભિનેત્રી અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયને પણ શુભકામના આપી છે. ઐશ્વર્યા રાય અને નીતા અંબાણીની જન્મ દિવસની તારીખ સરખી જ છે. ઐશ્વર્યા માટે પણ ટીનાએ શાનદાર પોસ્ટ લખી હતી.

Image Source

ટીનાએ લખ્યું કે,”શાનદાર મહિલા, જેણે પોતાની દરેક વસ્તુમાં પોતાનું 100 ટકા આપ્યું, પછી તે કામ હોય, બાળકો કે પરિવારની જવાબદારી હોય. જન્મદિવસની શુભકામનાઓ ઐશ્વર્યા. હંમેશા સુંદર બની રહો અને તારા પર ભગવાનનો આશીર્વાદ બનેલો રહે”.

Image Source

જણાવી દઈએ કે ટીના અંબાણી એક સમયની બોલીવુડની ફેમસ અભિનેત્રી રહી ચૂકી છે, પોતાની કારકિર્દીમાં તેણે ઘણી શાનદાર ફિલ્મોમા કામ કર્યું છે. તે સમયે તેની સુંદરતાના અનેક લોકો દીવાના હતા. જો કે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા પછી તેણે બોલીવુડથી અંતર બનાવી લીધી હતું.