ટીના અંબાણીએ તેમના દીકરાના જન્મદિવસ પર અંબાણી પરિવારની 10 સુંદર તસવીરો શેર કરી, જુઓ સંપૂર્ણ આલ્બમ

કોઈ દિવસ નહીં જોઈ હોય એવી મહાન અંબાણી પરિવારની આ તસવીરો, પહેલી જ વાર જુઓ ધીરુભાઈ અંબાણીને પૌત્ર સાથે રમતા

દેશના સૌથી અમીર અંબાણી પરિવારની ઘણી માન-પ્રતિષ્ઠા છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી દેશ જ નહિ પરંતુ વિશ્વના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક છે. તેમના ભાઇ અનિલ અંબાણી આજ-કાલ થોડી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ બંને ભાઇઓ વચ્ચે ઘણો સારો સંબંધ છે. અંબાણી પરિવાર ઘણા કારણોસર લાઇમલાઇટમાં રહેતો હોય છે.

મુકેશ અંબાણી હંમેશા તેમના ભાઇ અનિલ અંબાણીની મદદ કરે છે. ત્યાં અંબાણી પરિવારની બે વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે પણ ઘણી સારી બોન્ડિંગ છે. બંને ભાઇઓના બિઝનેસ અલગ થયા બાદ એવા સમાચારો વહેતા થયા હતા કે નીતા અને ટીના અંબાણી વચ્ચે કંઇ સારા સંબંધ નથી, પણ આ વાત ખોટી સાબિત થઇ. ટીના અંબાણી 80ના દાયકાની જાણિતી અભિનેત્રી રહી ચૂક્યા છે. જો કે, તેઓ હાલ લાઇમલાઇટથી દૂર રહે છે.

મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણી અને ટીના અંબાણી 29 વર્ષના જય અનમોલ અને જય અંશુલના માતા-પિતા છે. દીકરાના જન્મદિવસ પર માતા ટીના અંબાણીએ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં ટીના અંબાણીએ લખ્યુ કે તેમને અદ્ભુત રીતે સમાવિષ્ટ વિશ્વ દૃષ્ટિકોણ પર ગર્વ છે. તેમણે તેમના ફેમિલી આલ્બમમાંથી તેમના પૌત્ર સાથે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેનની કેટલીક અમૂલ્ય તસવીરો પણ શેર કરી હતી.

એક તસવીરમાં રિલાયન્સ ગ્રુપના દિવંગત સ્થાપક તેમના પૌત્રને પ્રેમ કરતા દર્શાવવામાં આવ્યા છે. બીજી તસવીરમાં તેમની 87 વર્ષીય પત્ની કોકિલાબેન પણ અંશુલ સાથે ફોટો પાડે છે. આલ્બમની અન્ય તસવીરોમાં અંશુલ અંબાણી તેના મોટા ભાઈ અને માતા-પિતા સાથે છે. નાના અંશુલ અંબાણીની બર્થડે પાર્ટીમાં લેવાયેલી કેટલીક તસવીરો તેની માતાએ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ફોટા શેર કરતા તેણીએ લખ્યું, “તમે કોણ છો, તમે કેવી રીતે વિચારો છો, તમારા આશ્ચર્યજનક રીતે સમાવિષ્ટ વિશ્વ દૃષ્ટિકોણ પર મને ખૂબ ગર્વ છે,” “તમે સૌથી વધુ દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ છો જે હું જાણું છું અને તમે અમને શ્રેષ્ઠ બતાવી શકો છો. પ્રેમ તમે શબ્દોની બહાર – સંપૂર્ણપણે અને બિનશરતી!”

ગયા વર્ષે પણ ટીના અંબાણીએ ‘ધ બેબી ઓફ ધ હાઉસ’ માટે જન્મદિવસની પોસ્ટ શેર કરી હતી. 63 વર્ષીય ટીના અંબાણી ઘણીવાર ફોટો-શેરિંગ પ્લેટફોર્મ પર તેના ફેમિલી આલ્બમમાંથી દુર્લભ તસવીરો શેર કરે છે. જૂનમાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ કુટુંબની યાદોના સંગ્રહ સાથે વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરી.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

Shah Jina