લાલ સાડી અને નૌલખો હાર પહેરેલી ટીના અંબાણી દીકરાના લગ્નમાં જોવા મળી ખૂબસુરત, લૂંટી લાઇમલાઇટ

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ તેની મંગેતર ક્રશા શાહ સાથે 20 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની વિધિઓ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી, જેમાં નજીકના મિત્રો સિવાય પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્નના મુખ્ય ફંકશનમાં વર-કન્યા ખૂબ જ સુંદર દેખાતા હતા, પરંતુ 64 વર્ષની વયે સાસુ બનેલી ટીના અંબાણીનો લૂક એવો હતો કે તેની પરથી નજર હટાવવી મુશ્કેલ હતી. લગ્નના એક દિવસ પહેલા જય અનમોલ અંબાણી-ક્રુશા શાહની હલ્દી-મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરરાજાની માતાએ લાલ બનારસી સાડી પહેરી હતી.

પુત્રની મહેંદી દરમિયાન ટીના અંબાણી દુલ્હનની જેમ સજી હતી. ટીના અંબાણીએ પહેરેલી લાલ રંગની સાડીમાં મલ્ટીકલર્ડ સિલ્ક થ્રેડનું સુંદર કામ જોવા મળ્યુ હતુ. તેણે આ સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો, જેની સાથે નેકલેસ કેરી કર્યુ હતુ. લગ્નના મુખ્ય ફંક્શન માટે, ટીના અંબાણીએ સુંદર લહેંગો પહેર્યો હતો, જેમાં હાથથી કરેલ ભરતકામ જોઈ શકાય છે. ટીના અંબાણીની વહુ ક્રુશા શાહે ભારતીય પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પહેર્યો હતો.

અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના શાહી લગ્નમાં દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જે તસવીરો સામે આવી છે તેમાં સુપ્રિયા સુલે, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, રીમા જૈન, પિંકી રેડ્ડી અને ફેશન ડિઝાઈનર સંદીપ ખોસલા ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ લગ્નની તસવીરોમાં નીતા અંબાણી અને ઈશા અંબાણી પણ જોવા મળ્યા હતા. આ લગ્નમાં બધાની નજર ટીના અંબાણી પર ટકેલી હતી. પુત્રના લગ્નમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનમોલ અંબાણી અને તેની ગર્લફ્રેન્ડ ક્રુશા શાહે ડિસેમ્બર 2021માં સગાઈ કરી હતી. લગ્નમાં નીતા અંબાણીએ અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. ત્યાં, ઈશા અંબાણી લાઈટ પિંક કલરના સૂટમાં એકદમ સિમ્પલ દેખાઈ હતી. જ્યાં ક્રિશા લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, તો અનમોલ પણ ઑફ-વ્હાઇટ કુર્તા-પાયજામામાં એકદમ હેન્ડસમ લાગતો હતો. લગ્ન સ્થળને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. જાનમાં અંબાણી પરિવાર સાથે જય અનમોલના મિત્રો અને સંબંધીઓ જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. લગ્નમાં અભિષેક બચ્ચન પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ટીના અંબાણી અને અનિલ અંબાણીના પુત્ર અનમોલની સનડાઉનર પાર્ટી અને મહેંદી સેરેમની બાદ શનિવારે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રુશા શાહની બહેન નૃતિ શાહે તેની ઈન્સ્ટા સ્ટોરી પર દુલ્હનની હલ્દી સેરેમની સાથે જોડાયેલા વીડિયો શેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ક્રુશા શાહ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, જે કોરોના પછીના માનસિક ફેરફારો પર આધારિત છે. તે Dysco નામની સંસ્થાના નિર્માતા અને સ્થાપક છે.

ક્રુશાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સામાજિક નીતિ અને વિકાસમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ સિવાય તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતકનો કોર્સ કર્યો છે. તમને જણાવી દઈએ કે અનમોલ અને ક્રિશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા મહિના પહેલા જ બંનેએ સગાઈ કરી હતી અને તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. સગાઈની વીંટી બતાવતા બંનેનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.

Shah Jina