એસેજ સિરીઝ પહેલા જ ઓસ્ટ્રલિયાના કપ્તાને આપ્યું કપ્તાનપદેથી રાજીનામુ, સહકર્મી સાથે ગંદા મેસેજ અને ફોટોની ચેટ થઇ વાયરલ

એસેજ સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો લાગ્યો છે, ટેસ્ટ ટીમની કપ્તાની કરી રહેલા કપ્તાન ટિમ પેને પોતાની કપ્તાનીમાંથી રાજીનામુ આપી દીધું છે. એક મહિલા સહકર્મીએ તેના ઉપર અશ્લીલ તસવીરો અને ગંદા મેસેજ મોકલવાના મામલાની ક્રિકેટ ઓસ્ટ્રલિયા દ્વારા તપાસની વચ્ચે જ ટિમ પેને શુક્રવારના રોજ કપ્તાની છોડી દીધી. હવે ઉપ કપ્તાન પૈંટ કમિન્સ એસેજ સિરીઝમાં કપ્તાની સાચવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

આ મામલો વર્ષ 2017નો છે જેના થોડા મહિના બાદ જ તેને સાત વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફરવાનો અવસર મળ્યો હતો. તે સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ તસ્માનિયાની તપાસમાં પેનને ક્લીન ચિટ મળી હતી. પરંતુ હવે તેની ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા છે જેના બાદ પેન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.

Image Source

ટિમ પેને પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, “અમે વિચાર્યું હતું કે આ મામલો ખતમ થઇ ગયો છે અને હું મારુ બધું જ ફોકસ ટિમ ઉપર રાખી શકીશ. પરંતુ મને હાલમાં જ ખબર પડી કે મારા અંગત મેસેજ સાર્વજનિક રૂપથી વાયરલ થઇ ગયા છે. 2017માં મારી તે હરકત ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ કપ્તાન બન્યા રહેવા માટે જરૂર માનદંડો અનુરૂપ નથી.”

તેને આગળ જણાવ્યું કે “મારી પત્ની, પરિવાર અને અન્ય પક્ષોને દર્દ આપવા માટે હું ક્ષમાપ્રાર્થી છું. આંથી ખેલની શાખને પણ ઠેસ પહોંચવા માટે હું માફી માંગુ છું. મારા માટે આજ યોગ્ય છે કે હું તરત પ્રભાવથી રાજીનામુ આપી દઉં. હું નથી ઈચ્છતો કે એસેજ સિરીઝ પહેલા તૈયારીમાં કોઈપણ પ્રકારનું વ્યવધાન પેદા થાય. હું ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમનો સમર્પિત સદસ્ય બન્યો રહીશ.”

પ્રેસ કોન્ફ્રન્સમાં તેને એમ પણ જણાવ્યું કે, “ચાર વર્ષ પહેલા મેં એક સહકર્મીને મેસેજ કર્યો હતો. તે સમયે તેની તપાસ કરવામાં આવી હતી. મેં તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. તે સમયે જાણવા મળ્યું હતું કે મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. ભલે હું મારી ભૂલ માટે પસ્તાવો કરતો હતો અને આજે પણ નિરાશ છું. હવે તે ખાનગી મેસેજ સાર્વજનિક કરવામાં આવ્યા છે. મારી પત્ની અને મારો પરિવાર મારી સાથે છે. જેથી હું તેમનો આભારી છું.

Niraj Patel