મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ચોક્કા છગ્ગાનો વરસાદ કરી રહેલા આ ખેલાડી પાસે આજે નથી પોતાનું મકાન, IPLના પગારમાંથી ખરીદશે માતા-પિતા માટે ઘર

IPLનો રોમાન્સ શરૂ થઇ ગયો છે અને આ આ વર્ષે પણ નવા ખેલાડીઓ પોતાનુ ટેલેન્ટ ક્રિકેટના મેદાનમાં બતાવતા જોવા મળી રહ્યા છે. IPLની શરૂઆતથી અત્યાર સુધી ઘણા ખેલાડીઓનું જીવન બદલાઈ ગયું છે, ઘણા ખેલાડીઓ એવા છે જે પોતાના ટેલેન્ટના દમ ઉપર ખુબ જ આગળ આવી ગયા છે અને આજે બહુ જ સારી લાઈફ પણ જીવી રહ્યા છે.

ઘણા ખેલાડીઓ એવા પણ છે જેમને ખુબ જ ગરીબી જોઈ છે, આજે એવા જ એક ખેલાડીની કહાની તમારી સામે લઈને આવ્યા છીએ, જેની પાસે આજે પણ રહેવા માટે પોતાનું ઘર નથી, પરંતુ હવે તેનું સિલેક્શન IPLમાં થઇ ચૂક્યું છે અને IPLમાંથી મળનારા પૈસા દ્વારા તે પોતાના સપનાનું ઘર પોતાના માતા-પિતા માટે ખરીદવાનો છે.

IPL 2022ની તેમની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામે 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હોમ ટીમ આઠ વિકેટે 170 રન જ બનાવી શકી હતી. મુંબઈની હાર છતાં યુવા ખેલાડી તિલક વર્માએ પોતાની બેટિંગથી ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

19 વર્ષીય તિલક વર્માએ માત્ર 33 બોલમાં 61 રન બનાવ્યા જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારે હવે તિલક વર્માની કહાની પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, તિલકે પોતાના જીવન વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. તેને કહ્યું હતું કે તેની પાસે પોતાનું ઘર નથી અને તે IPLના પગારથી ઘર ખરીદવા માંગે છે.

તિલક વર્માએ ક્રિકબઝને કહ્યું, ‘અમારી પાસે હજી ઘર નથી. તેથી આ આઈપીએલમાં મેં જે કંઈ કમાણી કરી છે તેનાથી મારો એકમાત્ર ઉદ્દેશ્ય મારા માતા-પિતા માટે ઘર ખરીદવાનો છે. આઈપીએલના પૈસાએ મને મારી બાકીની કારકિર્દીમાં મુક્તપણે રમવાની તક આપી છે.

આ ઉપરાંત તેને કહ્યું હતું કે, “મોટા થયા ત્યારે અમારે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મારા પિતાનો પગાર ઘણો ઓછો હતો અને તેમણે મારા ક્રિકેટ ખર્ચની સાથે સાથે મારા મોટા ભાઈના ભણતરનું પણ ધ્યાન રાખવાનું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેરાતો અને મેચ ફી દ્વારા, હું ફક્ત મારા ક્રિકેટ ખર્ચનો બોજ ઉઠાવી શકતો હતો.”

તિલક વર્માએ કહ્યું, ‘જે દિવસે IPLની હરાજી ચાલી રહી હતી, હું મારા કોચ સાથે વીડિયો કોલ પર હતો. મારા કોચની આંખોમાં આંસુ હતા કારણ કે મારા માટે બોલીઓ સતત વધી રહી હતી. IPL માટે પસંદગી થયા બાદ મેં મારા માતા-પિતાને ફોન કર્યો હતો. તેમને ફોન કરતાં તે પણ રડવા લાગ્યો હતો. મારી માતા પાસે પણ શબ્દોની અછત પડી ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સે વર્ષોથી જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને તૈયાર કર્યા છે. હવે તે યાદીમાં તિલક વર્મા પણ જોડાઈ ગયો છે. ડાબા હાથના બેટ્સમેનની ક્રિકેટની સફર કોઈપણ રીતે સરળ રહી નથી. હૈદરાબાદના રહેવાસી તિલક વર્મા જુનિયર ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને આ તબક્કે પહોંચ્યા છે.

Niraj Patel