ઉર્ફી જાવેદથી પણ માથાભારે છે આ છોકરો…એવું એવું પહેરી વીડિયો બનાવે છે કે ઉર્ફી પણ શરમાઇ જાય- જુઓ

ઉર્ફી જાવેદને ટક્કર આપી રહ્યો છે આ છોકરો ? એવી એવી વસ્તુ પહેરી બનાવે છે વીડિયો કે જોનારા પણ પકડી લે છે માથુ

ઇન્ટરનેટ સેંસેશન ઉર્ફી જાવેદના અતરંગી ફેશનની હદ દિવસેને દિવસે તૂટતી જઇ રહી છે. ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશનને લઇને દુનિયામાં પોપ્યુલર થઇ રહી છે. તેના લગભગ દરરોજ અજીબો ગરીબ વીડિયો વાયરલ થતા રહે છે. ઉર્ફી જાવેદ દરરોજ તેની ફેશનને માત આપતી જોવા મળે છે.

ક્યારેક તે શરીર પર પ્લાસ્ટિક લપેટીને, તો ક્યારેક ફૂલો લપેટીને…ઘરની બહાર નીકળી પડે છે. તે અસાધારણ અને વિચિત્ર શૈલીમાં સુંદરતા દર્શાવવાને કારણે ઘણી ટ્રોલ પણ થાય છે. જેઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સની દુનિયામાં સ્ક્રોલ કરે છે તેઓને ઉર્ફી જાવેદના વીડિયો જોવા મળી જ જાય છે.

તેના આઉટફિટ એટલા અસામાન્ય હોય છે કે કેટલાક લોકો તે સમજવાનો પ્રયાસ કરે છે કે તે શરીર પર કેવી રીતે તેને પહેરે છે. જ્યારે ઘણા યુઝર્સ એવા છે જે તેના અનોખા કપડાં પર કમેન્ટ કરવામાં ક્યારેય પાછળ નથી રહેતા. પણ ગમે તે હોય…ઉર્ફી જાવેદ ફેશન અને સોશિયલ મીડિયાની સામગ્રીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી છે.

ત્યારે હાલમાં એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એવો આવ્યો જે ઉર્ફી કરતા પણ માથાભારે નીકળ્યો, તમે તેને ઉર્ફીનું મેલ વર્ઝન કહી શકો. ઉર્ફીની જેમ આ ભાઇએ અલગ-અલગ વસ્તુઓમાંથી બનાવેલા રંગબેરંગી ડ્રેસ પહેરવા માટે લોકપ્રિય બની ગયો છે. આ ભાઇ તો ફેશનની બાબતમાં ઉર્ફી જાવેદ કરતાં પણ ચાર ડગલાં આગળ છે !

 

View this post on Instagram

 

A post shared by Tiktoker Tharun (@tik_toker_tharun)

તે પોતાના શરીર પર વાસણો, લાલ મરચાં અને વાસણ ઘસવાના કુ઼ચડા સહિત અનેક વસ્તુઓ પહેરી વીડિયો બનાવે છે. જે પણ આ ભાઇના વીડિયો જોવે છે તે પોતાનું માથુ પકડી લે છે. આ વ્યક્તિનું નામ છે તરુણ (tik_toker_tharun) છે, જેને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 60 હજાર લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Tiktoker Tharun (@tik_toker_tharun)

Shah Jina