જીવનશૈલી મનોરંજન

અમિતાભથી લઈને હ્રિતિકે વખાણ કર્યા, માઈકલ જેક્શન જેવો ડાંસ કરે છે આ છોકરો…રેમોએ ફિલ્મની ઓફર આપી

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા લોકો પોતાની ખૂબીઓ અને આવડતને દુનિયા સુધી પહોંચાડવામાં કામિયાબ રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આવી ઘણી બાબતો સામે આવે છે અને ધડાધડ વાયરલ પણ થઇ જાય છે. જેનું તાજેતરનું જ ઉદાહરણ છે રાનુ મંડલ.

Image Source

રેલવે સ્ટેશન પર પોતાનો ગીત ગાતો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ રાનું મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં તેને ગીત ગાવાનો મૌકો આપ્યો હતો.

Image Source

આજના સમયમાં ડાન્સ અને સિંગિંગ ખુબ આગળ વધી રહ્યું છે. એવામાં આજે માત્ર બોલીવુડના કિરદરાઓ જ સ્ટાર નથી પણ ડાન્સ અને સિંગિંગ દ્વારા પોતાનો જલવો દેખાડતા લોકો પણ સ્ટાર જ છે. એવામાં ટીક ટોક પણ એક એવું જ માધ્યમ બની ગયું છે જેમાં લોકો પોતાનું ટેલેન્ટ દેખાડી રહ્યા છે.

Image Source

ટીક ટોક દ્વારા જ રાનુ મંળલની જેમ એક છોકરો પોતાના ડાન્સ દ્વારા ફેમસ થયો છે અને બોલીવુડના દિગ્ગ્જ લોકોના નજરમાં પણ આવી ગયો છે. યુવરાજ સિંહ નામના એક ટીક ટોક યુઝરનો વિડીયો હાલના સમયમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

વીડિયોમાં યુવરાજ માઈકલ જૈક્સનની સ્ટાઈલમાં અલગ અલગ ગીતો પર ડાન્સ કરી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે વીડિયોમાં યુવરાજના ડાન્સના વખાણ અભિનેતા અમિતાભ બચ્ચન, સુનિલ શેટ્ટી અને રિતિક રોશને પણ કર્યા છે. આ સિવાય રેમો ડિસુઝાએ તો તેને આગળની ફિલ્મ માટે ઓફર પણ આપી દીધી હતી.

અમિતાભ બચ્ચને યુવરાજનો વિડીયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું કે,“wow”. જયારે રિતિક રોશને પણ ટ્વીટ કરતા લખ્યું કે,”સૌથી સ્મૂથ એરવોકર,જે મેં હજી સુધી નથી જોયું. આ વ્યક્તિ કોણ છે.”

આ સિવાય નિર્દેશક અનુભવ સિંહાએ પણ વીડિયોને શેર કરતા રેમો ડિસુઝાને ટેગ કરતા લખ્યું કે,”જોયો વિડીયો.” તેના પર રેમોએ લખ્યું કે,”ભાઈ આગળની ફિલ્મ માં.” રેમોના આવા ટ્વીટ પરથી એ સ્પષ્ટ છે કે તે જલ્દી જ આ ટીક ટોક ડાન્સર યુવરાજને પોતાની આગળની ફિલ્મમાં લેવાનો મૌકો આપશે.

આ સિવાય અભિનેતા અરશદ વારસી, રવીના ટંડન, સુનિલ શેટ્ટી, અનુપમ ખેર સહીત ઘણા સિતારાઓ આ વીડિયોની પ્રશંસા કરીને શેર કરી રહ્યા છે.

જણાવી દઈએકે ટીક ટોક પર યુવરાજનું એકાઉન્ટ @babajackson2020 ના નામથી બનેલું છે. ટીક ટોક પર યુવરાજના ઘણા વિડીયો છે. તેના ટીક ટોક પર અત્યાર સુધીમાં 1 મિલિયન ફોલોઅર્સ થઇ ચુક્યા છે. આ સિવાય તેના આ વીડિયોને અત્યાર સુધીમાં 11.2 મિલિયન લાઇક્સ મળી ચુકી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ