આજે ટીક ટોક એક એવું માધ્યમ બની ગયું છે જે વ્યક્તિને રાતો રાત સ્ટાર બનાવી દે છે, પરંતુ ટીક ટોકન ચક્કરમાં આપણે ઘણા લોકોને બાબાદ થતા પણ જોયા છે, ટીક ટોક દ્વારા લોકો એવા વિડીયો બનાવવા માંગે છે જે વિડીયો બીજા વિડીયો કરતા જુદા હોય, અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને તેના માટે કેટલાય લોકો પોતાના જીવન જોખમે પણ વિડીયો બનાવતા હોય છે તો કેટલાય કુદરતને પણ નુકશાન પહોંચે એવા કામો પણ કરતા હોય છે.

આવો જ એક કિસ્સો ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર પંથકમાંથી સામે આવ્યો છે, જ્યાં ચાર યુવાનોએ ટીક ટોકનો વિડીયો બનાવવા માટે એક સાપની આહુતિ આપી દીધી, જેના કારણે પોલેસે તે ચારેય યુવાનની ધરપકડ પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર પંથકમાં રહેતા ચાર યુવાનોએ ટીક ટોકમાં વિડીયો બનાવવા માટે એક સાપને પકડ્યો અને આ સાપને પકડી તેનો વિડીયો બનાવવા લાગ્યા, સાથે વિડીયોમાં સાપને લઈને તેઓ ડાન્સ પણ કરી રહ્યા હતા.

પરંતુ ડાન્સ કરવા છતાં પણ તેમનું મન ના ભરાયું અને સાપને તેમને મારી નાખ્યો, અને માર્યા બાદ પણ કોઈ સાબિતી ના રહે તે માટે તેને સળગાવી દીધો, તેનો પણ ટીક ટોક વિડીયો તેમને બનાવ્યો, આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા વેન વિભાગ પાસે પણ આ વિડીયો પહોંચી ગયો.

વેન વિભાગ પાસે વિડીયો પહોંચતા જ તેમને તે યુવાનોની શોધખોળ ચાલુ કરી અને 3 દિવસમાં જ તેમને ઝડપી લીધા, હાલ તે યુવાનો પોલીસની કેદમાં છે, વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.