અજબગજબ

દરિયામાંથી નિકળ્યો જોરદાર મોટો સાપ કે લોકોની ફાટી રહી…જુઓ પછી શું થયુ વિડીયોમાં

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે તેના દ્વારા લોકો પોતાની આવડત કે ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવામા કામિયાબ રહ્યા છે. એવામાં એવું જ એક માધ્યમ ટીક-ટોક પણ છે જેમાં આજે લોકો ખુબ સક્રિય રહેવા લાગ્યા છે.

ટીક-ટોક દ્વારા લોકો રમુજી, રોમાંચક, પ્રેરણાદાઈ વગેરે જેવા વિડીયો પોસ્ટ કરે છે જેના દ્વારા લોકોને પ્રોત્સાહન પણ મળે છે જયારે અમુક વિડીયો તો એવા હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ મુશ્કેલ બની જાય છે.

Image Source

એવામાં તાજેતરમાં જ ટીક ટોક પર એક એવો વિડીયો છવાયેલો છે જેને પહેલી વાર જોતા તમે પણ હેરાન રહી જશો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહાકાય સાંપ સમુદ્રની અંદરથી બહાર નીકળી રહ્યો છે. પહેલી વાર જોતા તો દરેક કોઈ ડરી જશે પણ જણાવી દઈએ કે આ વિડીયો અસલી નથી પણ તેને એડિટિંગના માધ્યમથી બનાવામાં આવેલો છે.

Image Source

વીડિયોમાં સમુદ્રના કિનારે લોકો ઉભેલા પણ છે અને તેઓ સાંપની તસ્વીરો લઇ રહ્યા છે અને સાંપ સમુદ્રની વચ્ચે ફેણ લગાવીને બેઠેલો છે. વીડિયોને @mrbikkeeraj નામના ટીક ટોક યુઝરે પોસ્ટ કરેલો છે.

જણાવી દઈએ કે વીડિયોને અત્યાર સુધીમાં 28 મિલિયન વ્યૂઝ થઇ ચુક્યા છે, સાથે જ 2 મિલિયન લાઇક્સ અને 13 હજારથી વધારે કમેન્ટ્સ પણ આવી ચુકી છે. એક યુઝરે લખ્યું કે,”પહેલી વાર જોતા આ વિડીયો એકદમ અસલી લાગી રહ્યો છે, પણ બીજી વાર જોવા પર સમજણમાં આવે છે કે તેને એડિટ કરવામાં આવેલો છે.” બીજા એક યુઝરે લખ્યું કે,”ખુબ જ ગજબ રીતે કરવામાં આવેલી એડિટિંગ, જોઈને લાગી જ નથી રહ્યું કે આ વિડીયો નકલી છે.”

જુઓ દરિયામાંથી નીકળતો મહાકાય સાંપનો ટીક-ટોક પર પોસ્ટ કરવામાં આવેલો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ