ખબર

બ્યૂટી પાર્લરમાંથી મળી આ ટીકટોક સેલિબ્રિટીની લાશ, આરિફ નામના યુવક પર આરોપ લગાવ્યો કે

ટીક-ટૉક સ્ટાર સિયા કક્ક્ડની આત્મહત્યાના હજી કઈ વધારે દિવસો થયા પણ નથી કે હરિયાણામાંથી એક બીજા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હરિયાણાના સોનીપતમાં રહેનારી શિવાની નામની એક ટીક-ટોક સ્ટારનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. શિવાનીનું મૃત શરીર બે દિવસ પછી તેના સેલુનમાંથી મળી આવ્યું હતું.  મામલામાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

Image Source

ઘટનાને લઈને જાણવા મળ્યું છે કે શિવાનીની બહેનની એક મિત્રએ જ્યારે બ્યુટી પાર્લરમાં રહેલા બેડને ખોલ્યું તો તેમાંથી શિવાનીનું શબ મળી આવ્યું હતું. જેના પછી ઘટનાની જાણ પરિવારના લોકોએ પોલીસને કરી હતી. શિવાનીના ટીકટૉક પર એક લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ હતા.

પોલીસે કહ્યું કે શિવાની કુંડળી ટીડીઆઈમાં ટચ એન્ડ ફેર નામનું બ્યુટી પાર્લર ચલાવતી હતી. શુક્રવારે શિવાની પાર્લર પર એકલી જ હતી. આરોપી આરીફે કહ્યું કે આગળના 15 દિવસોથી શિવાનીએ તેની સાથે વાત-ચિત્ત કરવાનું બંધ કરી દીધું હતું, આરોપી તેને ખુબ પસંદ કરતો હતો. શિવાનીનું અચાનક વાત કરવાનું બંધ થવાથી તે નારાજ હતો.

આરીફે કહ્યું કે શુક્રવારે તે શિવાનીને મનાવવા માટે તેના પાર્લર ગયો હતો. શિવાનીએ દરવાજો ખોલ્યો પણ તેને જોઈને દરવાજો ફરીથી બંધ કરવાની કોશિશ કરી હતી. તે જબરન દરવાજો ધકેલીને અંદર ગયો અને અંદર જઈને શિવાનીને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો, પણ તે માનવા માટે તૈયાર જ ન હતી.

Image Source

આરીફે કહ્યું કે તેના ઘમકાવવાના પ્રયાસથી શિવાની પોલીસને ફોન કરવા લાગી હતી, તેણે મોબાઈલ છીનવી લીધો અને થોડી હાથાપાઈ પણ થઇ હતી. જેના પછી તેણે શિવાનીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને પછી તેના મૃત શરીરને બેડમાં છુપાવીને ત્યાંથી ભાગી ગયો.