આજે લોકો ટીક ટોકન દીવાના થઈ ગયા છે, જ્યાં જુઓ ત્યાં લોકો ટીક ટોકના વિડીયો બનાવતા કે જોતા જોવા મળે છે, એક રીતે કહીએ તો ખોટું નથી કે ટીક ટોક એક વ્યસન જેવું બની ગયું છે. હા, એક વાત છે કે આ માધ્ય્મ દ્વારા રાતો રાત તમે સ્ટાર બની શકો છો, પરંતુ શું તમે જાણો છો કે ટીક ટોકમાં આવતા કેટલાક ચેલેંજ તમારો જીવ પણ લઈ શકે છે?

ટીક ટોક એવું માધ્યમ છે જ્યાંથી તમે તમારી આવડતને દુનિયા સમક્ષ મૂકી શકો છો, પરંતુ હાલમાં ટીક ટોક ઉપર એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા ચેલેન્જ આપવામાં આવે છે અને વિડીયોમાં એ ચેલેન્જને પૂરું પણ કરવાનું હોય છે અને ઘણા લોકો આવા ચેલેન્જને પૂરું કરવા માટેના પ્રયત્નો પણ કરતા હોય છે.
થોડા સમય પહેલા જ ટીક ટોકમાં એક ચેલેન્જ શરૂ થયું હતું। “સ્કલ્બ્રેકર ચેલેન્જ” આમ ત્રણ લોકો એક લાઈનમાં ઉભા હોય છે, આજ બાજુના બે લોકો પહેલા હવામાં કૂદકો મારે છે અને જયારે વચ્ચેનો વ્યક્તિ હવામાં કૂદકો મારે છે ત્યારે તેની લાત મારી અને નીચે પાડી દેવામાં આવે છે. આ ચેલેન્જને ઘણા લોકોએ સ્વીકાર્યું અને આ વિડીયો બનાવવા પણ લાગયા.

પરંતુ વિડીયો બાદની હકીકત ચોકાવનારી હતી જે બહુ ઓછા લોકો સામે આવી હતી. એક રિપોર્ટ અનુસાર આ ચેલેન્જમાં નીચે પડનાર વ્યક્તિને ઘણી જ ઈજાઓ પણ પહોંચી છે, ઘણા લોકો આ ચેલન્જ કરતી વખતે નીચે પટકાતા બેભાન પણ થઇ ગયા છે અને ઘણા આઈસીયુમાં પણ ભરતી છે.પરંતુ તે છતાં પણ ઘણા લોકો આ વાત સમજી નથી શક્યા, અને હાલમાં જ એક નવું ચેલેન્જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. “સોલ્ટ ચેલેન્જ”
@okayimjonathansalt challenge!! this was disgusting 😂 ##foryoupage ##foryou ##featurethis ##viral♬ original sound – okayimjonathan
“સોલ્ટ ચેલેન્જ”ની અંદર વિડીયો બનાવનારે પોતાના મોઢાની અંદર મીઠું ભરવાનું છે અને આ મીઠું એટલું ભરવાનું છે કે મોઢું ખુલી જ ના શકે જેને થોડીવાર સુધી મીઠાને પોતાના મોઢાની અંદર જ રાખવાનું છે ત્યારબાદ મીઠાને બહાર કાઢી નાખવાનું છે. ઘણા લોકો આ મીઠાને પોતાના પેટમાં ઉતારી પણ લે છે.
@karthikakaavArkenglum kazhiyumengl duetadiku othiri kashtapetatha namuda effortnonuarum lyk tarila##saltchallenge♬ original sound – Kathu
પરંતુ લોકોને જાણ નથી કે આટલી માત્રામાં એક સાથે મીઠું ખાવાના કારણે શરીરમાં મોટું નુકશાન પણ થઇ શકે છે. વધારે પડતું મીઠું ખાવાના કારણે મગજમાં સોજો પણ આવી શકે છે.
@dollypatil46ye karke dikaho 😹🤦♀️🙉 #s#altchallenge♬ original sound – befikrasameed
આ વિશે જયારે ડોક્ટરની સલાહ લેવામાં આવી ત્યારે ડોકટરે પણ કહ્યું કે આવા કોઈ ચેલેન્જ સ્વીકારવા ના જોઈએ, આ બધા જ ચેલેન્જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણા શરીરની અંદર પહેલાથી જ સોડિયમ રહેલું છે અને જો વધારે માત્રામાં મીઠું ખાવામાં આવે તો તે શરીરમાં આડ અસર કરી શકે છે, ઘન કિસ્સાઓમાં માણસ બેભાન પણ થઇ શકે છી અને લાંબાગાળે પણ તેની ખરાબ અસર આવી શકે છે. તેનાથી મગજમાં સોજો પણ આવી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.