હેલ્થ

જો તમે પગમાં આ રીતે પહેરો છો મોજા તો થઇ શકે છે આ 6 બીમારીઓ, આજે જ થઇ જાવ સાવધાન !

આજે મોજા જીવન જરૂરિયાતનું એક અભિન્ન સાધન જેવું બની ગયું છે. સવારે કે સાંજે જોગિંગ કરવા નીકળ્યા હોઈએ કે ઓફિસમાં જવાનું હોય, મોજા આપણે રોજ પહેરતા જ હોઈએ છીએ. ઘણા લોકો એવા પણ હોય છે જેમને ફિટિંગ વાળા મોજા પહેરવાના વધારે ગમે છે. જો તમે પણ આવું કરો છો તો થઇ જાવ સાવધાન, કારણ કે આ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક છે.

Image Source

આજે અમે તમને ફિટ મોજા પહેરવા ના કારણે થતા તમારા શરીરમાં નુકશાન વિશે જણાવીશું જે જાણીને તમે પણ તરત તમારી આ આદત બદલી નાખશો.

Image Source

1. લોહીના પરિભ્રમણમાં પડે છે અવરોધ:
ફિટ મોજા પહેરવાના કારણે પગની અંદર લોહીના પરિભ્રમણમાં રુકાવટ આવે છે. મોજાના કારણે પગની ત્વચા ઉપર દબાણ બની રહે છે જેના કારણે લોહી પગની નીચે સુધી નથી પહોંચી શકતું. તે પગને ના માત્ર ઠંડા કરી દેશે, પરંતુ થોડા દિવસ બાદ તમારા પગની નીચેનો ભાગ સુન્ન પણ પડી જશે. જેના કારણે ફીટ મોજા પહેરવાથી બચવું.

Image Source

2. હૃદયને બ્લડ પમ્પ કરવામાં પડશે તકલીફ:
કસાયેલા મોજા પહેરવાના કારણે તમારા પગની નસોની અંદર દબાણ પડશે. જેના કારણે હૃદય જયારે બ્લડ પમ્પ કરશે ત્યારે તેને વધારે જોર લગાવવું પડશે. જેના કારણે તમારા હૃદયની સેહત ઉપર ખરાબ અસર પડશે.  થોડા જ દિવસમાં તમારા હૃદયના ધબકારા પણ ઝડપથી ધડકવા લાગશે. જે આવનાર સમયમાં હૃદયથી જોડાયેલી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

Image Source

3. નસોમાં પડી શકે છે ગાંઠ:
વધારે ફિટ મોજા પહેરવાના કારણે તમારા પગની નસોમાં ગાંઠ પડી જવાનો ખતરો પણ વધી જાય છે. કારણ કે ફિટ મોજાના કારણે લોહીનું દબાણ આ નસો ઉપર પડે છે, તો એ લોહીને આગળ વધારવા માટે જગ્યા બનાવવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે નસોમાં વળાંક આવી જાય છે. આજ નસો ધીમે ધીમે દબાણ પાડવાના કારણે ગાંઠનું રૂપ ધારણ કરવા લાગી જાય છે. જે દેખાવમાં ખુબ જ ખરાબ લાગે છે માટે હંમેશા ઢીલા મોજા પહેરવા.

Image Source

4. ત્વચા ઉપર પડી જાય છે નિશાન:
મોજાની અંદર જે ઈલાસ્ટિક લાગેલું હોય છે તેના કારણે તમારા પગની અંદર નિશાન પાડવાનું શરૂ થઇ જાય છે. કારણ કે ટાઈટ મોજા હોવાના કારણે તેમાં વધારે ઝડપથી બદલાવ થાય છે. માત્ર એક અઠવાડિયામાં જ આવા મોજાનો વપરાશ કરવાના કારણે તમને એક મહિના સુધી આ ઇલાસ્ટીકની લાઈન બની જશે. માટે તમે જયારે પણ મોજા ખરીદવા માટે જાવ ત્યારે થોડા ઢીલા મોજા જ ખરીદવા.

Image Source

5. પગમાં થઇ શકે છે સંક્ર્મણ:
પગમાં વધારે ટાઈટ મોજા પહેરવાથી એક બીજું નુકશાન પણ છે. આવા મોજથી સંક્રમણનો ખતરો પણ વધી જાય છે. ટાઈટ મોજાની અંદર પરસેવો થવો સામાન્ય બાબત છે. ત્યારબાદ આ પરસેવો ઘણા સમય સુધી સુકાશે નહિ. જેના કારણે તમને ઘણા ફંગલ સંક્ર્મણ થવાનો ખતરો વધી જશે. તેના કારણે તમારા પગમાં દુર્ગંધ અને ખંજવાળની સમસ્યા પણ થાય છે.

Image Source

6. સુન્ન પડી જશે પગનો ભાગ:
જો તમારા મોજા વધારે પ્રમાણમાં જ ટાઈટ છે અને તેના કારણે નસો ઉપર વધારે દબાણ પડી રહ્યું છે તો તમારા પગનો નીચેનો ભાગ સુન્ન પડી શકે છે. માટે એવા મોજા ખરીદો જેના કારણે તમે તેને 8-10 કલાક પહેરી રાખો તો પણ પગની અંદર કોઈ દબાણ ના પડે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.