ધાર્મિક-દુનિયા

આજે પણ આ મંદિરમાં દેવીના દર્શને આવે છે વાઘ, દુર્ગા માને પગે લાગીને પરત ફરી જાય છે!!!

આપણા દેશમાં ઘણા મંદિરો છે. દરેક મંદિર સાથે કોઈને કોઈ આસ્થા જરૂર જોડાયેલી હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં એવા ભક્તો છે જે દૂર દૂર સુધી જઈને મંદિરોમાં દર્શને કરે છે. પછી ભલેને તેમને દેશના એક છેડાથી બીજા છેડા પર કેમ ન જવું પડે!

મંદિરોમાં મનુષ્ય દેવી-દેવતાના દર્શન કરવા જાય એ ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ બિહારમાં આજે પણ એવું જગ્યા છે જ્યા મંદિરમાં જંગલના વાઘ પણ દેવીના દર્શને આવે છે. આ મંદિર વિશેની ઘણી પૌરાણિક વાતો પ્રચલિત છે. એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરના પુજારીના ઈશારા પર વાઘ નાચતા હતા.

નેપાળ સીમા પર વાલ્મિકીનગર મુખ્ય રોડ NH 28Bથી અડીને વાલ્મિકી ટાઇગર રિઝર્વના જંગલોની વચ્ચે મદનપુર દેવીનું સ્થાનક આવેલું છે. મદનસિંહ રાજાના નામ પર આ સ્થાનનું નામ મદનપુર દેવીનું સ્થાન પડ્યું છે. મા મદનપુર દેવી એ શક્તિપીઠ છે જ્યા જંગલના વાઘ પણ માતાના દરબારમાં પહોંચીને દર્શન કરે છે. આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની ચૂકેલ માતા મદનપૂરના દરબારમાં નેપાળથી લઈને ઉત્તરપ્રદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચીને પોતાની મનોકામનાઓ માંગે છે.

મા મદનપુર દેવીપીઠના પૂજારી કહે છે કે માતાના દર્શન માટે રાતમાં વાઘ આજે પણ પહોંચે છે. જેથી મોડી રાતે અહીં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહે છે અને વનવિભાગના કર્મચારીઓ સાથે પોલીસ તૈનાત રહે છે. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે મદનપુર સ્થાન પર રાસો ગુરુ પૂજારીવાઘો પાસેથી ધાનની દૌણી કરાવતા હતા.

Image Source

આ ચમત્કારી મંદિર વિશે જાણીને મદનરાજા પોતે ત્યાં જઈ પહોંચ્યા અને પૂજારીથી માતાના દર્શનની જીદ કરવા લાગ્યા. કહેવાય છે કે પૂજારી રાસો ગુરુએ મદનરાજાને વારંવાર ચેતવણી આપી કે માના દર્શનની જીદ છોડી દે કારણ કે આનાથી અણબનાવ બનવાની આશંકા છે. રાજાએ વાત નહિ માની તો દેવીનો એક હાથ પૂજારી રાસો ગુરુનું નાથુ ફાડતો બહાર આવ્યો. આખા વિસ્તારમાં અંધારું થઇ ગયું અને જોરથી ગર્જના સાથે ધરતી ફાટી ગઈ અને રાજા મદનસિંહનો આખો રાજમહેલ ધરતીમાં સમાઈ ગયો.

કહેવાય છે કે જયારે મદનરાજાનો વિનાશ થયો ત્યારે રાણી સતી પોતાના પિયર ગયા હતા અને તેઓ ગર્ભવતી હતા. આખી ઘટનામાં એ જ એક માત્ર બચ્યા હતા, જેમના સંતાનોને કારણે બડગાંવ દરબારનો વંશજ આજે પણ હયાત છે. બડગાંવ સ્ટેટની વહુરાણી અપર્ણા સિંહ ખુદ આ પૌરાણિક કથાઓથી ઇત્તેફાક રાખે છે.

વાઘોના જંગલમાં વચ્ચે સ્થિત માતાના દરબારમાં દિવસે દિવસે વધતી સંખ્યા માતાની મહિમાનો પુરાવો છે. દેવી શક્તિપીઠોમાં માતાએ રાજા મદનસિંહના અહંકારને તોડી દીધો ત્યારથી આ દરબાર મદનપુર દેવીસ્થાનના રૂપમાં ઇતિહાસમાં કાયમ છે. બદલાતા સમય સાથે મંદિરને આધુનિક તો બનાવવામાં આવ્યું પરંતુ માની શક્તિ અને તેમના પ્રતિ લોકોની આસ્થા હજુ પણ યથાવત છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks