સોશિયલ મીડિયા ઉપર ઘણી અવનવી તસવીરો વાયરલ થતી હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. હાલમાં જ એવી કેટલીક તસવીરો ચીનના ટાઇગર પાર્કમાંથી વાયરલ થઇ છે જ્યાં 1000થી પણ વધારે વાઘ રહે છે. આ બધા વાઘ વચ્ચે એક મરઘી પડકવા માટે એવી હોડ મચી કે જેને જોઈને સૌ કોઈ હેરાન છે.

આ ઘટના છે 29 જુલાઈની. જયારે ચીનમાં આવેલા હાર્બિન સ્થિત સાઇબેરીયન ટાઇગર પાર્કના હેંગદાઝી ફેલાઇન બ્રીડીંગ સેન્ટરમાં કોઈએ વાઘની વચ્ચે એક મરઘીને છોડી દીધી હતી.

જેવી આ એક મરઘીની વાઘની વચ્ચે છોડવામાં આવી ત્યારે જ વાઘ તે મરઘીને પકડવા માટે ભાગવા લાગયા, કૂદવા લાગ્યા, પરંતુ મરઘી પણ એટલી ચકોર હતી કે પોતાનો જીવ બચાવવા માટે તે ઘણીવાર સુધી કોઈ વાઘના હાથમાં આવી નહિ અને બધા જ વાઘ હેરાન થઇ ગયા.

ઘણા વાઘ તો મરઘીને પકડવાના ચક્કરમાં એક બીજા સાથે જ અથડાવવા લાગ્યા અને ઘણા તો અંદરો અંદર જ ઝઘડવા પણ લાગી ગયા. એક બીજાને પંજા પણ મારવા લાગ્યા. પરંતુ આ બધામાં સફળતા એને જ મળી જેનામાં તાકાત અને અનુભવ હતો.

ઘણી જ મહેનત બાદ એક અનુભવી અને તાકાતવર વાઘે એ મરઘીને પકડી લીધી અને પોતાનો નાસ્તો બનાવી લીધો. હાર્બિન ટાઇગર પાર્ક ચીનનો સૌથી મોટો સાઇબેરીયન ટાઇગર પાર્ક છે. તે 250થી પણ વધારે એકડમાં ફેલાયેલો છે.

આ ટાઇગર પાર્કની અંદર 1000થી પણ વધારે સાઇબેરીયન વાઘ છે. આ ઉપરાંત અહીંયા સિંહ અને ચિત્તા પણ જોવા મળે છે. અહીંયા ઘણા જ પર્યટકો ફરવા માટે આવે છે અને આ પર્યટકો વાઘને જીવતા જનાવર ખવડાવે છે. મોટાભાગે વાઘને પર્યટકો તરફથી મરઘી જ ખાવા માટે મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.