ઉત્તરાખંડમાં એક વાઘએ દેખા દેતા એક્સપર્ટ પણ હેરાન થઇ ગયા છે. આમ જોવા જઈએ તો વાઘ નીચાણ વાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે ત્યારે આટલી ઊંચાઈએ વાઘ દેખાતા લોકોમાં કુતુહુલતા જોવા મળી હતી.

પ્રાપ્ત વિગત મુજબ કેદારનાથના વન્યજીવ અભયારણમાં 3400 ફૂટની ઊંચાઈએ વાઘે દેખા દીધી હતી.સમુદ્ર તટથી 3400 મીટર (11,154 ફૂટ ફૂટ)ન ઊંચાઈ પર ફરતો વાઘ કેમેરામાં કદ થયો હતો. અત્યાર સુધી કેદારનાથમાં હિમ ચિતા અને ચિતા જોવા મળતા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,26 મેના રાતે 2;38 વાગ્યે વાઘે દેખા દીધી હતી. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે,3500 મીટરની ઊંચાઈ પર કેમેરા લગાવેલા છે. આશરે 3400 ફૂટની ઊંચાઈ પર વાઘ દેખાયો હતો.એક્સપોર્ટનું કહેવું છે કે વાઘનું દેખાવું કોઈ સામાન્ય વાત નથી. આ પરથી સાબિત થાય છે કે વાઘ તેની જીવનશૈલિમાં બદલાવ લાવી રહ્યો છે. કારણકે વાઘ ઓછી ઊંચાઈ પર રહેવાનું પસંદ કરે છે.

2016માં ઉત્તરાંખડના અસકોટમાં 10741 ફૂટે વાઘ દેખાયો હતો. તો બીજી તરફ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના પહાડી વિસ્તારમાં ઊંચાઈમાં વાઘ દેખાયો હતો.કેદારનાથમાં ફોરેસ્ટ ઓફિસરનું કહેવું છે કે,આટલી ઊંચાઈ પર વાઘનું દેખાવું ચોંકાવનારી વાત છે. આટલી ઊંચાઈએ વાઘ દેખાવાથી લાગે છે કે વાઘ તેનો પ્રવાસ બદલી રહ્યો છે.

નોંધનીય છે કે, ઉત્તરાખંડના કેદારનાથમાં આવેલી લાઈફ સેન્ચ્યુરી 1 લાખ કિલોમીટરના વર્ગમાં ફેલાયેલી છે. આ સેન્ચ્યુરીમાં રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાનો સમાવેશ થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks