ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે કરાવ્યુ ફોટોશૂટ, ધીરે ધીરે ઉતાર્યા કપડા- જુઓ તસવીરો

જેકી શ્રોફની લાડલી કૃષ્ણાએ કામ કરતા કરતા જ ઉતાર્યા કપડા, 7 PHOTOS જોતા જ બૂમ પડી જશે

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફની બહેન અને અભિનેતા જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ આમ તો ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તેની લોકપ્રિયતા કોઇ સુપરસ્ટારથી કમ નથી. કૃષ્ણા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

કૃષ્ણાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તેણે તેની શાનદાર તસવીરોથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

તમને જણાવી દઇએ કે, ટાઇગર શ્રોફની જેમ જ કૃષ્ણા શ્રોફ પણ તેની ફિટનેસને લઇને ખૂબ સજાાગ રહે છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર તેના વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે. તે એમએમએ મેટ્રિક્સ ફિટનેસ સેન્ટર અને મેટ્રિક્સ ફાઇટ નાઇટની ફાઉન્ડર પણ છે.

કૃષ્ણાએ સોમવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની ચાર તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે, આ તસવીરોમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, નોટ યોર બેબ.

કૃષ્ણાએ એક બોલ્ડ કોર્પોરેટ ફોટોશૂટ કરાવ્યુ છે. તેનો લુક એક ઓફિસ જનાર યુવતિનો છે. ફોટોશૂટ દરમિયાન એક સ્ટોરી બતાવવામાં આવી છે. આ તસવીરોમાં કૃષ્ણા ગજબના એક્સપ્રેશન આપી રહી છે.

કૃષ્ણા આ ફોટોશૂટમાં કામ કરતી જોવા મળી રહી છે. તે બાદ તેણે તેનું બ્લેઝર ઉતાર્યુ અને રિવીલિંગ ટયૂબ ટોપમાં શાનદાર પોઝ આપ્યા. તેનો એટિટયૂડ પણ એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે.

કૃષ્ણા શ્રોફની આ તસવીરો પર એક તરફ ચાહકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ, પહેલીવાર કપડામાં જોઇ. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, પૂરા કપડામાં સારી લાગી રહી છે. એક બીજા યુઝરે લખ્યુ કે, સારુ છે કે કપડા પહેરી લીધા.

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે. તેણે ભલે ફિલ્મ જગતમાં પગ નથી મૂક્યો પણ તેની પોપ્યુલારિટી કમ નથી.આ ઉપરાંત કૃષ્ણાએ એક BTS વીડિયો પણ શેર કર્યો છે, જુઓ તમે પણ આ વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

Shah Jina