બૉલીવુડ જગતમાં ઘણા એવા કલાકારો છે જેઓ પોતાની ફિટનેસની બાબતમાં ખુબ જ ગંભીર રહે છે. તેમાંના જ એક છે અભિનેતા ટાઇગર શ્રોફ. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ટાઇગર શ્રોફનો જિમ કરી રહેલો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે 200 કિલોગ્રામનું વજન ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ટાઇગરના આ વીડિયોને જોયા પછી બોલીવુડની સાથે-સાથે ફૈન્સ પણ તેના ખુબ વખાણ કરી રહ્યા છે.
વીડિયોને ટાઈગરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને પોસ્ટ કરતા ટાઈગરે લખ્યું કે,”જિમમાં આવી રીતે કઠોર મહેનત કરવાનો ઘણો સમય થઇ ગયો છે, 200 કિલોગ્રામ.હાઈસ્કૂલના દિવસોમાં ખુબ જ હલ્કો અનુભવ કર્યા કરતો હતો”. ટાઈગરના આ વીડિયોને અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે.
વિડીયો પર અભિનેત્રી શિલ્પાએ શેટ્ટીએ કમેન્ટ કરતા લખ્યું કે,”બાપ રે!” તેના સિવાય ડીનોએ લખ્યું કે-‘બેસ્ટ, મારા વિચાર પ્રમાણે આ સૌથી સારો વ્યાયામ છે”. ટાઇગર શ્રોફ છેલ્લી વાર સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.
ટાઇગર શ્રોફ જલ્દી જ ઋત્વિક રોશનની સાથે ફિલ્મ વૉર માં જોવા મળશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ જોવા મળશે. ટાઈગરે વૉરનું પોસ્ટર પોસ્ટ કરતા લખ્યું હતું કે-”આ લડાઈમાં માત્ર એક જ જીતશે.ઋત્વિક રોશન, શું તમે હારવા માટે તૈયાર છો? ઋત્વિકે પણ શાનદાર અંદાજમાં ટાઇગરને જવાબ આપતા કહ્યું કે,”આ એક જંગ છે.મારું એક્શન મારા શબ્દો કરતા વધારે ધમાકેદાર હશે.2 ઓક્ટોબરે તને મળું છું”.
આ ફિલ્મ યશરાજ ફિલ્મના બૈનર પર બની રહી છે. ફિલ્મના ટીઝરમાં ટાઇગર શ્રોફ ઋત્વિકનો પીછો કરતા દેખાઈ રહ્યા હતા.અને અમુક જગ્યાઓ પર તો બંને એકબીજાની સામે બંદૂક રાખેલા પણ દેખાઈ રહ્યા હતા.
જુઓ ટાઇગર શ્રોફનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks