
ફેશન સેન્સ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહેનારી દિશા પટની સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે. સ્ટાઇલ આઇકન દિશા પટની તેના ફોટોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
રવિવારે બધા લોકોએ ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે બોલીવુડના સેલેબ્સ પણ પાછળ રહ્યા ના હતા. ત્યારે દિશા પટની અને ટાઇગર શ્રોફ પણ આ દિવસે બાકાત રહ્યા ના હતા.
ફ્રેન્ડશીપ ડેના દિવસે ટાઇગર શ્રોફ અને દિશા પટની મુંબઇ સેન્ટ્રલની એક રેસ્ટોરન્ટમાં લંચ ડેટમાં એક સાથે સ્પોટ થાય હતા. રિલેશનશિપના ના હોવાનું બતાવીને બન્ને એકબીજાને ક્લોઝ ફ્રેન્ડ માનવા વાળા ટાઇગર અને દિશા બાંદ્રા સ્થિત બસ્તીયન રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં બન્નેને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.
બન્ને ત્યાં પહોંચતા જ મીડિયા કર્મીઓએ ફોટો લેવાના શરૂ કરી દીધા હતા. ત્યારે દિશા અને ટાઇગર પરેશાન થવાની બદલે હંમેશાની જેમ હસતા હતા.
ટાઈગરે આ દરમિયાન જીન્સ અને લોન્ગ ટી-શર્ટ પહેર્યું હતું. સાથે જ વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા. જયારે દિશા લંચ ડેટમાં ફ્લોરલ પ્રિન્ટની શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
Rumoured lovebirds #TigerShroff and #DishaPatani were spotted on a lunch date on the occasion of Friendship day pic.twitter.com/tPE9U3bLSy
— Whats In The News (@_whatsinthenews) August 5, 2019
ટાઇગર સાથે બહાર નીકળતી સમયે દિશા વારંવાર તેના વાળમાં હાથ ફેરવતી નજરે ચડી હતી. સાથોસાથ દિશા આ દરમિયાન ઘણી શરમાળ લાગી રહી હતી.
#DishaPatani Snapped Post Lunch In Mumbai @DishPatani pic.twitter.com/2TxhxpzkOF
— Disha Patani Fan Club ❤️ (@satyam20157) August 4, 2019
રેસ્ટોરન્ટની બહાર નીકળતી વખતે તેના નાનકડા ફેન સાથે પણ મુલાકાત કરી હતી.નાના બાળકને આટલો ઉત્સાહિત જોઈને ટાઈગરે એ બાળક સાથે હાથ મિલાવ્યા હતા. ટાઇગરે હાથ મિલવાથી બાળક પણ ખુશખુશાલ લાગી રહ્યું હતું.
બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં તેનો રોલ બખૂબી નિભાવ્યો હતો. ફિલ્મમાં બધાએ તેની એક્ટિંગની તારીફ કરી હતી. દિશા જલ્દી જ ફિલ્મ ‘ મલંગ’માં નજરે આવશે. જેમાં તે બૉલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks