પોતાનું સ્કૂટર લઈને રસ્તા પર જતો હતો આ વ્યક્તિ, ત્યારે જ સામેથી આવી ગયો ખુંખાર વાઘ, પછી સર્જાયું એવું દૃશ્ય કે.. જુઓ વીડિયો

જંગલમાંથી સ્કૂટર લઈને પસાર થતા જ સામે આવીને ઉભું હતું મોત, વાઘ પણ તેની સામે જ આવી રહ્યો હતો અને પછી.. જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

જંગલ એ પ્રાણીઓનું ઘર છે અને ત્યાં તે આરામથી અવર જવર કરી શકે છે. પરંતુ માણસોએ પોતાની સુવિધાઓ માટે જંગલમાંથી પણ રસ્તાઓ બનાવી દીધા છે. ઘણીવાર આવા રસ્તા પરથી પસાર થતા સમયે માણસોનો ભેટો કેટલાક પ્રાણીઓ સાથે પણ થઇ જતો હોય છે અને તેની તસવીરો અને વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તે સ્કૂટર લઈને પસાર થતા એક વ્યક્તિનો ભેટો વાઘ સાથે થઇ ગયો.

વાઘને આ રીતે ખુલ્લામાં જોઈને કોઈની પણ હાલત ખરાબ થઇ શકે છે. ત્યારે આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિ સ્કૂટર લઈને જંગલના રસ્તામાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે જ રોડ પર ચાલીને વાઘ સામે આવી રહ્યો હતો. આ જોઈને સ્કૂટર ચાલકે પોતાનું સ્કૂટર ત્યાં જ ઉભું કરી દીધું અને પછી રિવર્સ લઈને ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી ગયો. વાઘ પણ શાંત હતો, તેને પણ એ વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો નહોતો.

આ સમગ્ર ઘટના સામેથી આવી રહેલા કોઈ કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ઘટી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્કૂટર ચાલકે થોડીવાર રાહ જોઈ કે વાઘ જંગલમાં ચાલ્યો જાય પરંતુ તેના તરફ જ રોડ પર ચાલીને આવતા તે જીવ બચાવીને ભાગી ગયો.

કાર ચાલક પણ આ ઘટનાનો વીડિયો બનાવતો રહ્યો, જેના બાદ વાઘ પણ બીજા વાહનોને આવતા જોઈને જંગલમાં ચાલ્યો ગયો. હવે આ વીડિયો જંગલમાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ કરતા નજર આવી રહ્યા છે. ઘણા લોકોએ આ વ્યક્તિ પાછો જતો રહ્યો એ સારું પણ કહ્યું તો ઘણા લોકોએ મજાકિયા અંદાજમાં એમ પણ કહ્યું કે વાઘ આજે શિકારના મૂડમાં નહિ હોય.

Niraj Patel