વાઘની આંખો સામે હતો શિકાર, છતાં પણ જંગલમાં ચાલ્યો ગયો વાઘ, વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ ના આવે

વાઘ એક ખુબ જ ખૂંખાર પ્રાણી છે. જો તે સામે આવી જાય તો ભલ ભલાનાં પરસેવા છૂટી જાય. પરંતુ વાઘ પણ ત્યારે જ શિકાર કરે છે, જયારે તેને ભૂખ લાગે છે. આ વાતની સાબિત એક વાયરલ થઇ રહેલો વીડિયો આપી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર વાઘનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હાલ સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. હાલ જે વીડિયો વાયર થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે એક વાઘ રસ્તા ઉપર ઉભો છે અને તેની સામે જ તેનો શિકાર હરણ ઉભું છું. છતાં પણ વાઘ તેનો શિકાર નથી કરતો. હરણ પણ વાઘને જોઈને થોડું ડરી જાય છે. પરંતુ વાઘ તેનો શિકાર નથી કરતો અને થોડીવાર પછી જંગલમાં ચાલ્યો જાય છે.

સોશિયલ મીડિયાની અંદર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો જંગલ સફારી દરમિયાન લેવામાં આવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. આ વીડિયોની અંદર ઘણા લોકો જંગલ સફારી કરવા આવેલા પણ જોવા મળી રહ્યા છે.

Niraj Patel