બોલીવુડની નંબર 1 ‘પટાખા ગર્લ’ બોયફ્રેન્ડ જોડે એરપોર્ટ પર દેખાઈ- જુઓ તસવીરો
બોલીવુડની હૉટ અભિનેત્રી દિશા પટની પોતાની અદાઓ સિવાય અભિનેતા ટાઇગર શ્રોફ સાથેની મિત્રતાને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. માનવામાં આવી રહ્યું છે કે બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને એકબીજા સાથે સમય વિતાવતા પણ જોવા મળે છે. જો કે બંનેમાંથી કોઈએ આ વાત સ્વીકારી નથી.

એવામાં તાજેતરમાં જ એકવાર ફરીથી ટાઇગર અને દિશાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંનેનો લુક એવો હતો કે ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

વાત કરીએ દિશાની તો તેણે બ્લેક પેન્ટ અને વ્હાઇટ ફૂલ સ્લીવનું ક્રોપ ટોપ પહેર્યું હતું. આ સિવાય દિશાએ વ્હાઇટ શૂઝ પહેર્યા હતા અને ચહેરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું. આ લુકમાં દિશા ખુબ જ ગ્લેમર લાગી રહી હતી અને ચાહકો દિશાના આ લુક્સને ખુબ પસંદ કરી રહ્યા છે.

જ્યાં બીજી તરફ ટાઇગર પણ મેચીંગ કપડામાં જોવા મળ્યા હતા. ટાઈગરે પણ વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરી રાખ્યું હતું અને વ્હાઇટ શૂઝ પણ પહેર્યા હતા. હાથમાં જેકેટ પકડીને ગાડીની બહાર નીકળતી વખતે ટાઇગર કેમેરામાં કૈદ થઇ ગયો હતો. બંન્નેએ કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.

બંને એકબીજાની પાર્ટી કે ઇવેન્ટમાં હાજરી આપે છે. દિશા ટાઇગરના પરિવારની પણ ખબ નજીક છે. દિશા અને ટાઈગરે બાગી-2માં સાથે કામ કર્યું હતું. દર્શકોને બંનેની જોડી ખુબ પસંદ આવી હતી. જ્યારે બાગી-3 માં પણ દિશાએ આઈટમ સોન્ગ કર્યું હતું.