મનોરંજન

માલદીવ વેકેશન પરથી પરત ફર્યા ટાઇગર-દિશા, બંન્નેને એક સરખા કપડામાં જોતા ચાહકોને લાગ્યું આવું

અનલોક થતા જ બોલીવુડના ઘણા કલાકારો દેશ-વિદેશમાં રાજાઓ વિતાવવા માટે પહોંચ્યા હતા. બોલીવુડના લવ બર્ડસ એવા અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની પણ રજાઓ વીતાવવા અને નવા વર્ષની ઉજવણી કરવા માટે માલદીવ પહોંચ્યા હતા. બંન્નેએ પોત પોતાના એકાઉન્ટ પરથી વેકેશનની ઘણી તસ્વીરો શેર કરી હતી. હંમેશાની જેમ દિશાનો હૉટ અવતાર ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.


વેકેશનની મજા માણીને આ જોડી હવે મુંબઈ પરત આવી ચુકી છે, બંન્ને ને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. માલદીવ વેકેશન પર જતી વખતે પણ બંન્નેને સ્પોટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમણે એક સરખા આઉટફિટ જ પહેર્યા હતા. એવામાં આ વખતે પણ બંનેએ સરખા જ કપડા પહેરી રાખ્યા હતા.

Image Source

દિશાએ આ સમયે બ્લેક ટોપ અને  ટ્રેક-પેન્ટમાં જોવા મળી હતી અને વ્હાઇટ શૂઝ પહેરી રાખ્યા હતા. નો મેકઅપની સાથે દિશાએ ચેહરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે ટાઇગરે બ્લેક સ્લીવલેસ ટીશર્ટ અને ટ્રેક-પેન્ટ પહેર્યું હતું અને સાથે વ્હાઇટ શૂઝ પહેર્યા હતા. હંમેશાની જેમ આ લુકમાં આ જોડી ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

માનવામાં આવી રહ્યું છે જે ટાઇગર-દિશા આગળના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જોવા મળે છે. વેકેશન પર બંન્ને હંમેશા સાથે જ જતા જોવા મળે છે. એવામાં આ વખતે બંન્નેને સેમ કપડામાં જોઈને ચાહકોને પણ લાગવા લાગ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Image Source

જો કે બન્નેમાંથી કોઈએ પણ આ વાતને કબૂલી નથી.વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લી વાર ફિલ્મ મલંગમા જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. દિશા સલમાન ખાનની ફિલ્મ રાધે:યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળશે.

Image Source

આ સિવાય દિશા પાસે અન્ય પ્રોજેક્ટ પણ છે.ટાઇગર શ્રોફે અમુક સમય પહેલા જ ફિલ્મ ગણપતની ઘોષણા કરી હતી. આ સિવાય ટાઇગર હિરોપંતી-2 અને સિલવેસ્ટર સ્ટેલોનની ફિલ્મ રેમ્બોની હિન્દી રીમેકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.