વાયરલ

શું માનવતા ખરેખર મરી પરવારી છે ? હોડીમાં જઈ રહ્યા હતા લોકો, પાણીમાં તરતો દેખાયો વાઘ, પછી જે થયું તે જુઓ આ વીડિયોમાં, કેવી રીતે એક વાઘને

સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણને મજા પણ આવે છે તો ઘણા વીડિયો જોઈને આપણને ગુસ્સો પણ આવતો હોય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ કહેશો કે ખરેખર માનવતા મરી પરવારી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વાઘ ટતરી અને નદી પાર કરી રહ્યો છે ત્યારે જ હોડીની અંદર બેઠેલા કેટલાક લોકો વાઘની નજીક જાય છે અને બુમાબુમ કરીને વાઘને ડરાવી મૂકે છે. વાઘ વધારે ઝડપથી તરીને નદી પાર કરી લે છે.

વાઘ આમ તો ખુબ જ ખતરનાક પ્રાણી છે. જો તે ધારે તો કંઈપણ કરી શકે છે, ત્યારે આ વીડિયો જોતા આપણને એવું લાગે કે માણસ એક એવું પ્રાણી છે જે શાંતિથી જીવી રહેલા પ્રાણીઓને પણ શાંતિ નથી આપવા માંગતો.

આ વીડિયોને ટ્વીટર યુઝર્સ આઈએફએસ ઓફિસર રમેશ પાંડે દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમને આ વીડિયોના કેપશનની અંદર લખ્યું છે, “વાઘ વાઘ…! ખરેખર એક યુવાનું વાઘને નદી પાર કરતા જોવું હેરાન કરનારું છે. પરંતુ ચુપ્પી અને સુરક્ષિત અંતર બનાવી રાખવું પણ સૌથી જરૂરી છે આ વીડિયોને અંત સુધી જોજો.”