માણસનું મૃત્યુ ક્યાં ક્યારે અને કેવી રીતે લખાયેલું છે તે હોઈને ખબર નથી હોતી, જીવનમાં ઘણી ઘટનાઓ એવી પણ બનતી હોય છે જેને જોઈને એવું લાગે કે બસ હવે મૃત્યુ નિશ્ચિત છે. જો રસ્તે ચાલતા જતા હોય અને કૂતરું પણ સામે મળે તો પણ આપણે ડરી જતા હોઈએ છીએ, તો રસ્તામાં જો સામે વાઘ મળી જાય તો કેવી હાલત થાય ?

આ આમ તો કલ્પના જેવું લાગે પરંતુ આ હકીકત બની ચુકી છે. મહારાષ્ટ્રની અંદર. જ્યાં વ્યસ્ત રસ્તા ઉપર અચાનક જ વાઘ આવીને ઊભો રહી ગયો હતો, જેને જોઈને જ બાઈક સવારોના હોશ ઉડી ગયા હતા.

આ ઘટનાને તે સમયે હાજર રહેલા વાઈલ્ડ ફોટોગ્રાફર ભાર્ગવ શ્રીવારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આ ઘટના ચોંકાવનારી હતી, જેને હું મિસ કરવા નહોતો માંગતો.

આ નજારો છે મહારાષ્ટ્રના તાડોબા અંધેરી ટાઇગર રિઝર્વની પાસે આવેલા એક રોડનો. આ રિઝર્વ 80 વાઘોનો ઘર છે. પરંતુ વાઘ દૂર રહે છે. એવામાં રોડ ઉપર વાઘનું અચાનક આવી જવું લોકોના હોશ ઉડાવી દેનારું હતું.