જંગલ સફારીનો આનંદ માણવા ગયેલી મહિલા કારમાંથી નીચે ઉતરી અને અચાનક આવ્યો વાઘ, હુમલો કરીને જંગલમાં ઘસેડી ગયો.. રુંવાડા ઉભા કરી દેનારો વીડિયો

જંગલ સફારીમાં આવી ભૂલ તમે ના કરતા નહિ તો જીવ પણ જઈ શકે છે. જુઓ મહિલાને કેવી રીતે વાઘ જંગલમાં ખેંચી ગયો… વાયરલ થયો વીડિયો

ઘણા લોકો જંગલના પ્રાણીઓને જોવા માટે પ્રાણી સંગ્રાલયમાં જતા હોય છે તો ઘણા લોકો જંગલ સફારીમાં પણ જઈને લાઈવ પ્રાણીઓ જોવાનો આનંદ માણતા હોય છે. જંગલ સફારી દરમિયાન જો વાઘ સિંહ જોવા મળી જાય તો તો કિસ્મત ખુલી જાય. ત્યારે ઘણીવાર જંગલ સફારી દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જાય છે જે રૂંવાડા ઉભા કરી દે છે.

જંગલ સફારીના વાયરલ થતા વીડિયોમાં તમે ઘણીવાર કેટલાય ખુંખાર પ્રાણીઓને અન્ય પ્રાણીઓ પર હુમલો કરતા જોયા હશે. તો ક્યારેક જંગલ સફારી કરવા ગયેલા ટુરિસ્ટના વાહન પર પણ ગુસ્સે ભરાયેલા આ પ્રાણીઓ હુમલો કરે છે. હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પાર વાઘે હુમલો કર્યો હતો અને તેને જંગલમાં ખેંચી ગયો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કાર જંગલની વચ્ચે આવીને ઉભી રહી છે. જેના બાદ એક મહિલા કારમાંથી બહાર નીકળે છે. મહિલા કારનો દરવાજો ખોલીને બીજી તરફ આવે છે અને પછી અંદર કોઈ સાથે વાત કરે છે. તે દરમિયાન જ એક વાઘ તેની પાછળ આવે છે અને જેવી જ મહિલા પાછળ ફરે છે કે તેની ઉપર હુમલો કરીને તેને જંગલની તરફ ખેંચી જાય છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કારમાંથી એક વ્યક્તિ નીકળીને તેની પાછળ ભાગે છે તો કારમાં સવાર બીજી વ્યક્તિ પણ પાછળ જાય છે. આજ સમયે ફોરેસ્ટની જીપ પણ ત્યાં આવે છે અને વાઘ જે દિશામાં મહિલાને લઈને ગયો છે તે તરફ ભાગે છે. વીડિયોમાં આગળ નથી જણાવવામાં આવ્યું કે શું થયું. આ ઘટના ક્યાંની છે તેના વિશેની પણ કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel