જાણવા જેવું

અમદાવાદીઓ માટે ખુશખબરી: અહીંયાથી ખરીદો જેકેટ કે સ્વેટર- ફક્ત રૂ.100થી થાય છે શરૂ

શિયાળામાં ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. છેલ્લા થોડા દિવસથી તો એવી ઠંડી લાગી રહી છે જાણે અમદાવાદમાં બેઠા બેઠા પણ આપણે કશ્મીર પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થાય. ત્યારે આ શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં લેવાનું ચોક્કસ વિચારી રહ્યા જ હશે. કારણ કે ગરમ કપડાં જ ઠંડીથી આપણને રક્ષણ આપી શકે છે.

Image Source

ગરમ કપડાં ખરીદતા પહેલા સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય કે “ખરીદી ક્યાંથી કરવી?” કારણ કે બજારની અંદર ઠંડીથી રક્ષણ આપતા કપડાંની જગ્યાએ દેખાવમાં સુંદર હોય પરંતુ ઠંડી સામે ટકી જ ના શકે એવા કપડાં હવે તો મળવા લાગ્યા છે. પરંતુ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે એ સારા દેખાવ સાથે ઠંડીથી પણ રક્ષણ આપે એવા કપડાંની ખરીદી કરે.

Image Source

તો આકર્ષક દેખાવ અને ઠંડી સામે રક્ષણ આપતા કપડાની ખરીદી તમે એક જ જગ્યાએથી કરી શકો છો. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયન બજાર જામેલું છે જ્યાં તમને તમારા ખિસ્સાને અનુરૂપ અને દેખાવમાં પણ આકર્ષક લાગે સાથે ઠંડીમાં પણ ગરમીનો અનુભવ કરાવે તે પ્રકારના કપડાં મળે છે.

Image Source

તિબેટીયન લોકો ખાસ કરીને ગરમ કપડાં બનાવવા અને વેચવા માટે જાણીતા છે. જેના કારણે તે કપડાં ઠંડી સામે પણ રક્ષણ આપે છે સાથે સાથે એ વસ્તુઓ ટકાઉ પણ હોય છે. નવી ફેશન અનુરૂપ આજે તિબેટના લોકોએ પણ ફેશનેબલ ગરમ કપડાં બનાવવાનું શરૂ કર્યું છે જેના કારણે તમે એ કપડાથી તમારા દેખાવને પણ આકર્ષક બનાવી શકો છો.

Image Source

આ માર્કેટમાં 100 રૂપિયાથી જ વસ્તુ શરૂ થાય છે. ટોપી, મોજા, મફલર, સ્વેટર, જેકેટ, બાળકોના કપડાં પણ તમારા ખિસ્સાને પરવળે તેવા ભાવમાં મળે છે. અલગ અલગ ડિઝાઇન સાથે નવી ફેશનના કપડાં પણ તમને એક જ જગ્યા ઉપર મળી રહેશે. શૉલ, ગરમ ધાબળા અને બાળકો માટેની પણ નવી નવી ફેશનેબલ વસ્તુઓ આ બજારમાં ઉપલબ્ધ છે.

Image Source

આપણા ગુજરાતી લોકો મોટાભાગે ભાવતાલ કરાવવામાં માનતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે તિબેટિયન માર્કેટની અંદર ભાવ કરવામાં નથી આવતો, અહીંયા ગુણવત્તાયુક્ત કપડાં એકદમ વ્યાજબી ભાવે અને ફિક્સ રેટથી જ આપવામાં આવે છે.

Image Source

તો જો તમે પણ આ શિયાળામાં કપડાં ખરીદવા માટે જવાનું વિચારતા હોય તો પહોંચી જાવ રિવરફ્રન્ટ ઉપર આવેલા તિબેટીયન માર્કેટમાં અને લઈ આવો ગરમ કપડાં ઠંડીથી બચવા માટે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.