ફિલ્મી દુનિયા

આ મોટી હિરોઈને કહ્યું કે, લોકડાઉન પહેલા જ મારા પૈસા ખતમ થઇ ગયા હતા, કામ ના મળવાને કારણે ડિપ્રેશનનો થઇ ગઈ હતી શિકાર

લોકડાઉનમાં કામ ના મળવાને કારણે ટીવી અને બોલીવુડના સિતારાઓ આર્થિક રીતે તૂટી પડયા છે. લોકડાઉનને કારણે કામના મળવાને કારણે ઘણા લોકો દુઃખી થઇ ગયા છે. લોકડાઉનમાં કામ ના મળવાને કારણે ઘણા એક્ટર અને એક્ટ્રેસઆ સુસાઇડ કરી લીધું છે. આ લલિસ્ટમાં હવે બૉલીવુડ એક્ટ્રેસ ટિયા બાજપેપીનું નામ શામેલ છે. બોલીવુડના જાણીતા ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની ફિલ્મ હૉન્ટેડમાં કામ કરી ચુકેલી ટિયા આજકાલ આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. આ વાતની જાણકારીતેને ખુદે એક ઈન્ટવ્યુમાં આપી છે. ટિયાએ વિક્રમ ભટ્ટની ફિલ્મ હોન્ટેડ થ્રિડી અને એવિલ રિટર્ન્સ જેવી ફિલ્મો કરી છે. આજકાલ ટિયા તેના ઇન્ટરનેશનલ સોન્ગને કારણે ચર્ચામાં આવી છે. એક વાતચીતમાં ઇન્ડસ્ટ્રીઝમાં તેના દોસ્તો અને સુસાઇડ કરનારા કલાકરો વિષે વાત કરતા કહ્યું હતું કે, આ સમય અમારા બધા કલાકારો માટે બહુજ ખરાબ સમય છે, મને ઉમ્મીદ છે કે આ ખરાબ સમય જલ્દી જ પૂરો થઇ જશે.

ટિયાએ લોકડાઉનને સિનેમા અને કલાકારો માટે ખૂબ જ મુશ્કેલ સમય ગણાવ્યો હતો. ટિયાએ કહ્યું કે, તે પણ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી હતી. તે લોકડાઉન પહેલા આંતરરાષ્ટ્રીય ગીત માટે પ્રવાસ કરવાનો હતો. તૈયારીઓના કારણે તેમની બધી જ બચત પુરી થઈ ગઈ હતી. તે જાણતી હતી કે આગળ 5–6 મહિના સુધી તેને કામ મળતું નથી. જેના કારણે તે ડિપ્રેશનમાં ગઈ હતી. પૈસા ન હોવાને કારણે ટિયાએ રડતા આખું અઠવાડિયું પસાર કર્યું. પરંતુ આ મુશ્કેલ સમયમાં તેના મિત્રોએ તેમનો ઘણો સાથ આપ્યો હતો.

તેણે જણાવ્યું કે જ્યારે તે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે તેના મિત્રો વર્કિંગ કામ કરવાની વાત કરવા તેમની પાસે આવ્યા હતા. તેણે ઓનલાઇન કામ શરૂ કર્યું હતું. જે પછી ધીમે ધીમે તેના સંજોગો સુધરવા લાગ્યા. ટિયાએ કહ્યું કે તે આર્ટિસ્ટ્સની અડચણોને કારણે ખોટા પગલા ભરનારા કલાકારોની સમસ્યાઓ સરળતાથી સમજી શકે છે.

જણાવી દઈએ કે, ઘણા કલાકારોએ કામના અભાવે ગત મહિને આત્મહત્યા કરી હતી. કામના અભાવે તમામ કલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા હતા. તે પણ તેના પરિવારથી દૂર મુંબઈમાં જ રહી હતી. ટીવી એક્ટર મનમિત ગ્રેવાલ અને સાક્ષી મહેતા જેવા નામ આ યાદીમાં શામેલ છે. જેમણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.