ગુરુવારના દિવસે આ ચમત્કારી મંત્રોના જાપ કરવાથી ભગવાન વિષ્ણુ કરશે દરેક કામના પુરી

ભગવાન વિષ્ણને આ જગતના પાલનહાર કહેવામાં આવે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ તેના જ સ્વરુપ છે. આ વિશ્વના પાલનહાર વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવવા માટે ગુરુવારના રોજ વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રી હરી નારાયણની વિધિ વિધાનની સાથે પૂજા ઉપાસના કરવાથી અને મંત્ર જાપ કરવાથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આવેલા દુખો દૂર કરે છે અને ઈચ્છિત વરદાન પણ આપે છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે બૃહસ્પતિ દેવ અને ભગવાન વિષ્ણુની પૂજાની પરંપરા છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો તેમણે ગુરુવારના વ્રત અને ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. આ અંગે એવી પણ માન્યતા છે કે, જો આ દિવસે તો કોઈ કારણસર વ્રત વગેરે નથી કરી શકતા તો ભગવાન વિષ્ણુના આશિર્વાદ મેળવવા માટે વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરો અને મંત્રનો જાપ કરો. ધાર્મિક માન્યતા છે કે, નિયમિત રૂપે આમ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. તો આવો જાણીએ આ દિવસે ક્યા મંત્રોના જાપ કરવાથી ભગવાન વિષ્ણુ ભક્ત પર પ્રસન્ન થાય છે.
ગુરુવારના દિવસે આ મંત્રોના જાપ કરવા જોઈએ:

  1. ॐ નમો ભગવતે વાસુદેવાય: આ ભગવાન વિષ્ણુનો મૂળ મંત્ર છે. જો ધ્યાન લગાવીને સાચા મનથી આ મંત્રનો જાપ કરવામાં આવે છે તો ભગવાન વિષ્ણુને ઝલદીથી પ્રસન્ન કરી શકાય છે.
  2. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવાય.
  3. ॐ નારાયણાય વિદ્મહે. વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।
  4.  ॐ વિષ્ણવે નમઃ
  5. ॐ હં વિષ્ણવે નમઃ:
  6. ॐ નમો નારાયણ. શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ.
  7. લક્ષ્મી વિનાયક મંત્ર: દન્તાભયે ચક્ર દરો દધાનં, કરાગ્રગસ્વર્ણઘટં ત્રિનેત્રમ્, ધૃતબ્જયા લિંગીતમબ્ધિપુત્રયા, લક્ષ્મી ગણેશં કનકાભમીડે.
  8.  ધન વૈભવ અને સંપન્નતાનો મંત્ર : ॐ ભૂરીદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર. ભૂરી ઘેરીન્દ્ર દિત્સીસિ. ॐ ભૂરિદા ત્યસી શ્રુતઃ પુરુત્રા શૂર વ્રત્રહન. આ નો ભજસ્વ રાધસિ.
  9. સરળ મંત્ર :

ॐ વાસુદેવાય નમઃ, ॐ આં સંકર્ષનાય નમ:,ॐ પ્રદ્યૂમ્નાય નમઃ, ॐ અ: અનિરુદ્ધાય નમઃ,ॐ નારાયણાય નમઃ, 10. વિષ્ણુનો પંચરૂપ મંત્ર: ॐ હ્રીં કાર્તવિર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન. યસ્ય સ્મરેણ માત્રેણ હ્રતં નષ્ટં ચ લભ્યતે । આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આમાથી કોઈ પણ મંત્રનો જાપ નિયમિત કરવો જોઈએ. જો આ મંત્રના જાપ શ્રદ્ધા પૂર્વક નિયમિત કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

YC