મનોરંજન

17 વર્ષ પહેલા લગ્ન કરીને થઇ ગઈ છે ‘ગાયબ’ જાણો અત્યારે ક્યાં છે અક્ષય કુમારની સાળી

રાજેશ ખન્ના-ડીમ્પલ કાપડિયાની દીકરી રીન્કી ખન્નાથી, 9 ફિલ્મ કરીને છોડી દીધું બોલીવુડ- જુઓ તસ્વીરો

બોલિવૂડ એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની મોટી પુત્રી ટ્વિંકલ ખન્નાને બધા જાણે છે. ટ્વિંકલ ખન્ના બોલિવૂડનું જાણીતું નામ છે. ટ્વિંકલ ખન્નાએ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની મોટી પુત્રી અને સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની હોવા છતાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

Image source

ટ્વિંકલે હિન્દી સિનેમાને એકથી એક શાનદાર ફિલ્મ આપી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની એક નાની પુત્રી પણ છે જે ઘણા સમયથી પડદાથી દૂર છે. આજે અમે તમને તેની નાની પુત્રી રીન્કી ખન્ના વિષે જણાવીશું.

Image source

અક્ષય કુમારની સાળી અને ટ્વિંકલની બહેન રિંકી ખન્ના છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે.

Image source

27 જુલાઈ 1977 ના રોજ જન્મેલી રિન્કી ખન્ના તેની બહેન ટ્વિંકલ ખન્ના કરતા ત્રણ વર્ષ નાની છે. પિતા, માતા અને બહેનનાં પગલે ચાલીને તેણે એક્ટિંગની દુનિયામાં પણ કરિયર બનાવવાનું વિચાર્યું. 1999માં ડીનો મારિયાની ફિલ્મ પ્યાર મેં કભી કભીથી ડેબ્યુ કર્યું હતું.

Image source

આ બાદ ગોવિંદાની ફિલ્મમાં જિસ દેશમે ગંગા રહેતા હૈ માં જોવા મળી આ બાદ તમિલ ફિલ્મ મજનુ, યે હૈ જલવા, પ્રાણ જાયે  પર શાન ના જાયે, ઝાંકર બીટ્સ અને જાસ્મિનમાં જોવા મળી હતી.

Image source

પાંચ વર્ષની ફિલ્મી કરિયરમાં તેમણે માત્ર 9 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. સફળતા ન મળતાં પણ તેમણે અભિનય છોડી દીધો. રીન્કી છેલ્લે ચમેલી ફિલ્મમાં જોવા મળી હતી.

Image source

જો ફિલ્મી કરિયર ના ચાલી તો રિન્કીએ લગ્ન કરીને ઠરીઠામ થવાનું  નક્કી કર્યું. 2003 માં રીન્કી ખન્નાએ વેપારી સમીપ સરનની સાથે લગ્ન કર્યા.

Image source

રીન્કી લગ્ન પછી લંડન શિફ્ટ થઈ હતી. આ બાદ તેને બોલીવુડની દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Image source

રીન્કીએ 2004માં એક પુત્રીને જન્મ આપ્યો હતું. જેનું નામ તેણે અનામિકા રાખ્યું. આ પછી તેને 2013માં એક પુત્રને જન્મ આપ્યો હતો.

Image source

રીન્કી તેની અંગત જિંદગી માટે ક્યારેય ચર્ચામાં રહી નથી. એટલું જ નહીં રીન્કી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે પણ જોડાયેલ નથી.

Image source

રિન્કીનું અસલી નામ રિન્કલ હતું પરંતુ પાછળથી તેણે એલ નામ તેના નામમાંથી એલ કાઢી નાખ્યું હતું . આ સાથે હવે તેનું નામ રીન્કી છે.

Image source

જણાવી દઈએ કે રિન્કી ખન્ના રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી છે. તેણે 1999 માં આવેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિલ્મ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો.