ખબર

પતિને છોડીને પરણિત મિત્રને મળવા ગઈ હતી મહિલા, પછી ત્રણેયે બનાવી લીધો સંબંધ

પતિથી અલગ થઈને બહેનપણીના ઘરે રોકાવવા ગઈ આ મહિલા, અને પછી બહેનપણીના પતિએ જે કર્યું એ વાંચીને વિશ્વાસ નહિ આવે,જુઓ ૮ તસવીરો

આજકાલ સમાજની અંદર એવા ઘણા કિસ્સઓએ જોવા મળે છે, જેને જોઈને જ એવું લાગે કે હવે સંબંધોમાં વિશ્વાસ નામની કોઈ વસ્તુ રહી નથી. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ સંબંધ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં મહિલા પોતાના પતિને છોડીને પોતાના એક પરણિત મિત્રને મળવા ગઈ અને ત્યાં ત્રણેયે સંબંધ બનાવી લીધો. (All photo credit Instagram)

એક મહિલાએ પોતાના ડિવોર્સ બાદ અમેરિકામાં રહેતા એક પંજાબી કપલના ઘરે ઈમોશનલ સપોર્ટ મેળવવા માટે ગઈ હતી, અને હવે તે હંમેશા માટે ત્યાં જ રહી ગઈ. તે મહિલા આમ તો થોડા દિવસ જ રહેવા માટે આવી હતી, પરંતુ તેમની વચ્ચે બોન્ડીગ એવું બની ગયું કે હવે એ ત્રણેય છેલ્લા ઘણા વર્ષોથી સાથે જ રહે છે.

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં રહેવા વાળા સની અને સ્પીતીએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. સનીનો જન્મ પંજાબમાં થયો અને તે આઠ વર્ષની ઉંમરમાં જ ન્યુયોર્ક આવી ગયો હતો. તેના થોડા વર્ષો બાદ તે જ્યારે ભારત આવ્યો ત્યારે તેની મુલાકાત સ્પીતી સાથે થઇ અને બંનેએ થોડા સમય બાદ લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો હતો.

સ્પીતી પોતાની મિત્ર પિદ્દુ કૌરના એરેંજ મેરેજની અંદર જોડાવવા માટે ગઈ હતી. જો કે કૌરનો સંબંધ વધારે સમય ટકી ના શક્યો. કૌરના પતિએ એટલા માટે લગ્ન કર્યા હતા કારણ કે તેના પેરેન્ટ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લગ્ન બાદ તને બ્રાન્ડ ન્યુ કાર મળશે.

કૌર પોતાના પતિના ઘરે કેલિફોર્નિયાથી નીકળી સની અને સ્પીતી પાસે રહેવા માટે ન્યુયોર્ક ચાલી ગઈ. કૌર છેલ્લા ઘણા સમયથી તેમના ઘરે રહેતી હોવાના કારણે સ્પીતિને પણ એવું લાગ્યું કે ક્યાંક તેનો પતિ તેની મિત્ર સાથે મળી અને તેને છોડી ના દે.

સ્પીતિની આ ઈનસિક્યોરિટીના કારણે ત્રણેય લોકોએ કેટલાક નિયમ બનાવ્યા હતા. આ નિયમ અંતર્ગત ત્રણેય વચ્ચે કોઈપણ જાતના સિક્રેટ્સ નહીં રહે અને ડેટ નાઈટ્સ માટે અલગ અલગ બે લોકો નહીં જાય.

સ્પીતિએ જણાવ્યું હતું કે જ્યારે કૌર અમારી લાઈફમાં આવી તે સમયે તે છૂટાછેડાના સમયમાંથી પસાર થઇ રહી હતી. અમે એકબીજાને સાંભળતા હતા. એકબીજા સાથે ઈમોશનલ થતા હતા અને એકબીજા સાથે ડાન્સ પણ કરતા હતા. આ આકર્ષણ ફક્ત ઈમોશનલ નહોતું, અને સની પણ આ નિર્ણયથી ખુશ હતો.

આ સંબંધ પહેલા સની અને સ્પીતીની બે દીકરીઓ હતી જેની ઉંમર 16 અને 15 વર્ષ છે. હવે સ્પીતિએ પોતાની ત્રીજી દીકરીને પણ જન્મ આપ્યો છે. જે 9 વર્ષની થઇ ચુકી છે. આ ઉપરાંત કૌરે પણ એક દીકરાને જન્મ આપ્યો છે. જે 4 વર્ષનો થઇ ગયો છે.

આ ત્રણેયનો પરિવાર ભારતીય બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલો છે જેના કારણે આ લોકોને પોતાના પરિવારના કેટલાક સદસ્યો સાથે સંબંધ તોડવો પડ્યો છે કારણ કે આ લોકો આ ત્રણેય લોકોના સંબંધને સમજી નથી રહ્યા.