ખબર

બાળપણ છોડીને 3 વર્ષની દીકરી સંભાળી રહી છે ચૂલો, કારણ જાણીને આંખ ભરાઈ આવશે

નાના બાળકો મસ્તી કરતા અને ભણતા જ સારા લાગે છે પરંતુ કેટલીક વાર મજબૂરીના કારણે બાળકોને મસ્તી રમતગમત છોડીને કામ કરવું પડે છે, તેમને સમય પહેલા જ જવાબદારી ઉઠાવી પડે છે. આવી જ મજબૂરીએ 3 વર્ષની છોકરીને ચૂલા પર બેસવા માટે મજબુર કરી હતી. આ છોકરીએ ઘરનો ચૂલો સાંભળીને હોસ્પિલમાં બીમાર પડેલા દાદાની સેવા કરતા પિતાની મદદ કરી.

Image Source

છત્તીસગઢના દંતેવાડાના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દાદાને મળવા 3 વર્ષની જ્યોતિ આવી હતી. 3 દિવસ પહેલા જ્યોતિના દાદાને બીમારીને કારણે કટેકલ્યાણના બેંગલુર ગામથી 38 કિલોમીટર દૂર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેના પિતા ભોજન ચૂલા પર ચડાવીને હોસ્પિટલમાં દાદા પાસે ગયા જેથી તે તેમની દેખભાળ કરી શકે.

તે પછી 3 વર્ષની જ્યોતિ ચૂલાની આગ સળગાવી રાખવા તેમાં ફૂંક મારતી અને તેની સાથે ભોજનને ચમચા વડે હલાવતી, જેથી કરીને ભોજન નીચે ચોંટી ન જાય અને સરખી રીતે બની જાય.

હોસ્પિટલમાં સારવાર કરાવતા દર્દીને કેન્ટીનમાંથી તો મફ્તમાં ભોજન મળે છે, પરંતુ તેમની સાથે આવેલા પરિવારને પોતાના ભોજનની સુવિધા જાતે કરવાની હોય છે. તેથી ગામના બધા લોકો ત્યાં બહાર ઈટ અને પથ્થર વડે અસ્થાઈ ચૂલો બનાવીને તેના પર ભોજન બનાવે છે અને ખાય છે જેથી બીમાર પરિવારની દેખભાળ પણ થઇ શકે અને ભોજન માટે દૂર ઘરે પણ ન જવું પડે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App