વડોદરામાં જન્મ દિવસના આગળના દિવસે જ 3 વર્ષના માસુમ બાળકને મળ્યું ધ્રુજાવી દેનારું મોત, દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

જન્મ દિવસની પાર્ટીમાં એક તરફ જોરદાર મ્યુઝિક વાગતું રહ્યું અને લોકો ઝુમતા રહ્યા, બીજી તરફ 3 વર્ષનો માસુમ તરફડીયા મારી મારીને મોતને ભેટ્યો, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે. ઘણીવાર નાના બાળકો સાથે પણ કોઈ દુર્ઘટના ઘટતી હોય છે અને તેના કારણે તેમનું મોત નીપજતું હોય છે. નાના બાળકો ક્યારેક ભૂલમાં કંઈ કરી બેસતા હોય છે જેનું પરિણામ ખુબ જ ગંભીર આવે છે અને આવા કિસ્સાઓ વાલીઓ માટે પણ ચિંતાજનક બને છે, ત્યારે હાલ એવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે.

(હોટલની ફાઈલ તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ રેસીડેન્સી હોટેલમાં આવેલી ટાંકીમાં ડૂબી જવાના કારણે એક 3 વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકનો રવિવારના રોજ જન્મ દિવસ હતો પરંતુ જન્મ દિવસના આગળના દિવસે જ એટલે કે શનિવારના રોજ રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.

(હોટલની ફાઈલ તસવીર)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર અલકાપુરી વિસ્તારમાં આવેલી ગંગોત્રી સોસાયટીમાં રહેતા અને અલકાપુરીની બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા અધિકારી સમિતકુમાર રોયના 6 વર્ષના દીકરાની સાથે ભણતા એક મિત્રનો જન્મ દિવસ હોઇ તે એક્સપ્રેસ રેસીડેન્સી હોટલમાં પાર્ટીની અંદર આવ્યા હતા. આ પાર્ટીમાં તેમનો 6 વર્ષના દીકરો પત્ની અને 3 વર્ષનો રેયાન્સ પણ આવ્યા હતા.

જન્મ દિવસની આ પાર્ટીની અંદર જોરદાર મ્યુઝિક પણ વાગી રહ્યું હતું અને સૌ કોઈ ઝૂમી રહ્યા હતા. ત્યારે જ 3 વર્ષનો રેયાન્સ ગુમ થવાની માહિતી મળી હતી, જેના બાદ આસપાસ તેની શોધખોળ કરવામાં આવી. ત્યારે જ તે પાર્ટી હોલની બાજુમાં બનાવેલી 3 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં ગરકાવ થઇ ગયો હતો. આમાં 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું. રેયાન્સને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ તપાસ કરી રહી છે.

Niraj Patel