ખબર

અરબો રૂપિયાની સંપત્તિ છોડીને એક જ પરિવારની ત્રણ મહિલાઓ લેવા જઈ રહી છે દીક્ષા

ઘણા લોકોનું મન સંસારમાં ના લાગતા તે દીક્ષા લઈ લેતા હોય છે, ત્યારે દુનિયાની કોઈપણ મોહમાયા તેમને સ્પર્શી શકતી નથી. એવો જ એક નિર્ણય હાલ હોંગકોંગમાં હીરા કારોબાર સાથે સંકળાયેલા પરિવારની દીકરી, માતા અને નાનીએ એક સાથે લીધો છે.

હાલ હોંગકોંગની અંદર હીરા કારોબાર સાથે સંકળાયેલા અને મૂળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ધાનેરાના રહેવાસી પરીશી શાહ (23) તેના નાની ઇંદુબેન શાહ (73) અને માતા હેતલબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ પરિવાર પાસે અરબો રૂપિયાની ધન સંપત્તિ અને સુખ વૈભવ હોવા છતાં પણ તેમનું મન સંસારમાંથી ઉડી ગયું હતું અને તેમને એકસાથે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આ ત્રણેયે પોતાનું સમગ્ર જીવન જૈન સાધ્વી બનીને વિતાવવાનું નક્કી કરી લીધું છે. જેના બાદ તેમના દીક્ષા સમારંભની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પરીશી શાહએ હોંગકોંગથી જ સાયકોલોજીની ડિગ્રી લીધી હતી, પોતાનો સ્કૂલ અભ્યાસ પણ તેને હોંગકોંગમાં જ પૂર્ણ કર્યો હતો. તેના પિતા ભરતભાઈ ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પરીશીએ જણાવ્યું હતું કે તે ભારત આવી ત્યારે તેના નાની સાથે દેરાસર ગઈ હતી. ત્યાં તેને પ્રવચન સાંભળ્યું અને તેનાથી તે એટલી પ્રભવિત થઇ ગઈ હતી કે તેને ફિલ્મો જોવાનું અને હોટલમાં જમવાનું બંધ કરી દીધું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

તો આ દરમિયાન જ પરીશીએ સતત સાધ્વીના પ્રવચનો સાંભળ્યા અને તેનું મન પણ દીક્ષા લેવા તરફ વળી ગયું હતું, ત્યારે આ વાતની જાણ તેની માતા હેતલબેનને થતા તે પણ તરત ભારત આવી પહોંચ્યા હતા, તેમને તો પહેલા જ નક્કી કર્યું હતું કે દીકરી અને દીકરાના લગ્ન બાદ તે દીક્ષા લઇ લેશે પરંતુ પરીશી દ્વારા કરવામાં આવેલા નિર્ણયના કારણે તે પણ હવે રાહ જોઈ શકે એમ નથી અને તેમને પણ દીકરી સાથે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.