શનિ વક્રી 2021 : આજથી 141 દિવસ સુધી શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ 3 રાશિઓ થશે માલામાલ

શનિદેવ કુલ 141 દિવસો સુધી વક્રી અવસ્થામાં રહેશે. તે બાદ શનિદેવ 11 ઓક્ટોબર 2021એ માર્ગી થઇને ગોચર કરશે. શનિદેવની ઉલ્ટી ચાલ 23મેએ બપોરે 2 વાગ્યેને 23 મિનિટે પ્રારંભ થઇ હતી. તે પોતાની જ રાશિ મકરમાં વક્રી થઇ જશે જે ચાર મહિના બાદ 11 ઓક્ટોબરે સવારે 7 વાગ્યેને 58 મિનિટ પર ફરી માર્ગી થશે.

શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. કારણ કે ઘણા લોકોને લાગે છે કે શનિ હંમેશા અશુભ ફળ આપે છે. પરંતુ એવું નથી. શનિ જેના પર મહેરબાન થઇ જાય તેનું નસીબ ચમકી જાય છે. જયારે શનિ પોતાને વક્રી થઇ જાય એટલે કે ઉલ્ટી ચાલ ચાલે તો તે પોતે પણ પીડિત થઇ જાય છે. જેને કારણે શનિદેવ શુભ ફળ આપી શકતા નથી.

જયોતિષ શાસ્ત્રમાં શનિને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કોઇ વ્યક્તિ ઉપર તેમની ત્રાંસી નજર પડી જાય તો તે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓનો ભંડાર લાગી જાય છે. તેની ચાલ ધીમી છે તે માટે જાતકોના જીવન પર તેની અસર લાંબા સમય સુધી રહે છે. ત્રણ રાશિઓ પર શનિ દેવની વિશેષ કૃપા પણ જોવા મળે છે.

1.મકર રાશિ : આ રાશિના જાતકો પર શનિ દેવની વિશેષ કૃપા વરસે છે. જેને કારણે જીવનના બધા સુખને તેઓ પ્રાપ્ત કરે છે. તેમનુ કોઇ પણ કાર્ય બાધા વિના પૂરુ થઇ જાય છે. આ રાશિના સ્વામી સ્વયં શનિ ગ્રહ છે.

2.કુંભ રાશિ : કુંભ રાશિના માલિક પોતે શનિ મહારાજ છે. શનિદેવનો આશીર્વાદ હંમેશા કુંભ રાશિવાળા સાથે રહે છે. આ રાશિના જાતકોનું વ્યક્તિત્વ પણ ગરીબો અને અસહાયોની મદદ કરવાનુ હોય છે. આ કારણે શનિદેવ આ રાશિ પર પ્રસન્ન થાય છે.

3.તુલા રાશિ : તુલા રાશિ શનિદેવની પ્રિય રાશિમાંની એક છે. આ શનિ ગ્રહની ઉચ્ચ રાશિ કહેવાય છે. આ રાશિના સ્વામી શુક્રદેવ છે. આ રાશિના જાતક કર્મઠ અને ઇમાનદાર હોય છે. આ ઘણી પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ રાશિ પર શનિ હંમેશા પ્રસન્ન રહે છે. આ રાશિના સ્વામી શુક્ર હોવાને કારણે તેમનુ જીવન સુખ સંપન્નતા અને વિલાસિતાપૂર્વક વીતે છે.

શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો. શનિના મંત્રનો જાપ કરો. શનિનો મંત્ર છે ઓમ શં શનૈશ્ચરાયૈ નમઃ, ઓમ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનિશ્વરાય નમઃ, ઓમ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે, શં યોરભિ સવંતુ નઃ. આ સિવાય તમે માટીના વાસણમાં સરસિયાનું તેલ લઈને તેમાં તમારો પડછાયો જુઓ અને તેલનું દાન કરી લો. શનિ દોષના પ્રકોપથી બચવા માટે ધતૂરાના મૂળને ગળા કે હાથમાં ધારણ કરો.

Shah Jina