ખબર

સુઈ રહેલા બાપને ત્રણ બહેનોએ ચાકુ હથોડાથી મારી નાખ્યો હતો, હવે આ કેસની અંદર કોર્ટે લીધો આ મોટો નિર્ણય, જાણીને હેરાન રહી જશો

સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જાણીને કોઈપણ હેરાન રહી છે. ઘણા સંતાનો જ પોતાના માતા પિતાની હત્યા પણ કરી નાખવાની ઘટનાઓ સામે આવે છે.

ત્યારે થોડા સમય પહેલા જ એક ઘટના સામે આવી હતી જેમાં ત્રણ બહેનોએ જ્યારે તેના પિતા સુઈ રહ્યા હતા ત્યારે તેમની આંખમાં મરચું નાખી અને ત્યારબાદ ચાકુ અને હથોડાથી તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમને પોલીસને પણ તરત ફોન કરી દીધો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય બહેનોની ધરપકડ પણ કરી હતી. તેના પિતાના શરીર ઉપરથી ચાકુના 30 ઘાવ મળી આવ્યા હતા.

આ કિસ્સો બન્યો હતો રૂસમાં, જ્યાં ત્રણ સગી બહેનોએ પોતાના પિતાની હત્યા કરી હતી. જ્યારે તે બહેનોને હત્યાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેના પિતા તેમને શારીરિક અને માનસિક પીડા આપતા હતા, તેમજ યૌન પ્રતાડન પણ કરતા હતા. આ ઉપરાંત તમને ઘરની અંદર જ કેદીની જેમ જ રાખવામાં આવતા હતા. જેના કારણે તેમને તેમના પિતાની હત્યા કરી નાખી છે.

હવે કોર્ટ દ્વારા આ ત્રણેય છોકરીઓના પિતાને “પિડોફાઇલ” જણાવ્યા છે. જેના બાદ હત્યા કરવા વાળી આ છોકરીઓને લઈએં ચર્ચાઓ થઇ રહી છે કે શું તેમને દોષ મુક્ત કરી દેવામાં આવશે ? અમેરિકન સાઈકોલોજિકલ એસોશિયેશનના જણાવ્યા પ્રમાણે જો કોઈ બાળકી અને તેની સાથે દુષ્કર્મ 5  વર્ષ કે તેનાથી વધારેનું અંતર હોય છે તો આ સ્થિતિમાં દુષ્કર્મ કરવા વાળા વ્યક્તિને પિડોફાઇલ કહેવામાં આવે છે.

પિતાની હત્યા કર્યા બાદ ત્રણયે બહેનો ઉપર હત્યાનો કેસ ચલાવવામાં આવ્યો હતો. પરંતુ હવે મૃતકને પિડોફાઇલ જણાવ્યા બાદ રુશમાં વિશેષજ્ઞો દ્વારા વિસ્તૃત મેડિકલ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવશે જેના બાદ તેમના દોષમુક્ત થવાની સંભાવના છે.

આ ઘટના વર્ષ 2018માં બની હતી. રુસની અંદર હવે આ બહેનોને કોર્ટ દ્વારા હત્યાની દોષી માની લેવામાં આવી છે ત્યારે સામાન્ય જનતા તે બહેનોના સમર્થનમાં આવી છે અને તેમને આવું પોતે પીડિત હોવાના કારણે કર્યું હોવાનું જણાવામાં આવી રહ્યું છે. આ ત્રણેય બહેનો પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. તેની માતાને પણ પિતા દ્વારા પ્રતાડનનો સામનો કરવો પડ્યો હતો અને ઘર છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેમને પોતાની માતાને પણ મળવાની અનુમતિ હતી નહીં.