સુરતમાં એક સાથે 3 હત્યા: કારીગરોએ માલિક, પિતા અને મામાની હત્યા કરી, આ હતું કારણ

સુરતમાં ધડાધડ એક સાથે ત્રણ લોકોની હત્યા થઇ ચૂઈ છે. ત્રિપલ હત્યા કાંડમાં બે આરોપીની ધરપકડ કરાઇ છે. સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂકતા કારખાના માલિક સહિત 3 ની હત્યા કરી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા. આ મેટરની જાણ થતા સુરત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટના બાદ કારખાના માલિકના પરિવારજનો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરી હતી. હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. આ હત્યા પાછળનું કારણ એ છે કે કામદાર અને અન્ય સાગરીતોએ માલિકે નોકરીમાંથી છૂટા કરીદીધા હતા કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આજે વહેલી સવારે છરી વડે હુમલો થયો જેમાં માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા થઇ છે. આ ઘટનાને અંજામ આપ્યા પછી હુમલો કરનાર કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. તો ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ હત્યાકાંડને લીધે સ્થાનિકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.

લોકોનું કહેવું છે કે, કારખાનામાં કામ કરનાર કારીગરો પરપ્રાંતિય છે અને અસામજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે.  જેવી આ ઘટનાની જાણ થઇ તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. 2 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવાઇ છે. પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ લઇ જવાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી ઓડિશાના હોવાનું જાણવા મળ્યું છે.

YC