દિલધડક સ્ટોરી નારી વિશે

અડધી રાતે અજાણી મહિલાની ગાડી બગડી તો આ યુવકોએ 8 કિલોમીટર સુધી ધક્કો મારી પહોંચાડી ઘરે, આ છે માણસાઈનું અદભૂત ઉદાહરણ

આજના સમયમાં જયારે મહિલાઓ રાતના સમયે એકલી ઘરની બહાર નીકળતા ડરે છે ત્યારે કેનેડાના ઓન્ટોરિયોમાં ત્રણ ટીનએજ યુવકોએ મોડી રાતે એક અજાણી મહિલાની મદદ કરીને એક નવું ઉદાહરણ પૂરું પડ્યું છે.
નાયેગા ફોલ્ડની નજીક રહેતા ત્રણ યુવકોને મોડી રાતે ડોન્ટ ખાવાની ઈચ્છા એક રોડસાઈડ રેસ્ક્યુમાં પરિણમી હતી, જે મૂશ્કેલીમાં ફસાયેલી એક અજાણી મહિલાની ગાડીને ધક્કો મારીને તેના ઘર સુધી પહોંચાડીને ફેસબૂક પર બીજાને પ્રેરણા આપવા પર પુરી થઇ હતી.

18 વર્ષીય યુવક એરોન મેકક્વિલ્લીન, 17 વર્ષીય બેઈલી કેમ્પબેલ અને 15 વર્ષીય બીલી ટર્બેટ ઓન્ટોરિયોમાં ફોન્ટહિલ પાસે આવેલા ટિમ હોર્ટોન્સ ડોનટ શોપ જઈ રહયા હતા ત્યારે તેમને રસ્તાની બાજુ પર એક મહિલા જોઈ જેની ગાડીમાંથી ધુમાડા નીકળી રહયા હતા. જેથી તેમને પોતાની ગાડી અહીં રોકીને આ મહિલાની મદદ કરવાનું નક્કી કર્યું. આ મહિલાની ગાડીને જોયા પછી તેમને ખબર પડી કે ગાડીનું એન્જીન કૂલંટ અને ઓઇલ બંને મિક્સ થઇ ગયા છે અને હવે આ ગાડીને ચલાવવી ખતરાથી ખાલી નથી.

Image Source

તેઓએ એ પણ નોંધ્યું કે આ મહિલા દુઃખી હતી અને આ મહિલાએ જણાવ્યું કે તેને ટોટ્રકને બોલાવવી પરવડે એમ નથી. અને ગાડી અહીં મૂકીને જઈ પણ ન શકે. તેને આ ગાડી 6 અઠવાડિયા પહેલા જ લીધી હતી. ત્યારે બીલીએ સૂચવ્યું કે એ લોકો આ મહિલાની ગાડીને ધક્કો મારીને તેના ઘર સુધી પહોંચાડશે જે 8 કિલોમીટર દૂર હતું. 15 વર્ષીય બીલીએ કહ્યું, ‘અમારી પાસે કરવા માટે બીજું કઈ સારું ન હતું અને જો હોતે તો પણ મને લાગે છે કે અમે આ મહિલાની મદદ કરી હોત.’

આ ત્રણેય યુવકોએ પોતાની પાણીની બોટલ અને સ્પીકર લીધા અને પોતાની આ મદદની જર્ની શરુ કરી. ધક્કો મારવાની શરૂઆત કરી ત્યારે થોડી જ વારમાં એક ચઢાણવાળો રસ્તો આવ્યો. અને આખા રસ્તે આ યુવકોએ હસતા, ગાતા અને એક સારી કસરત કરવાની વાતો કરતા કરતા લગભગ અઢી કલાકે આ મહિલાને તેની કાર સાથે તેના ઘરે પહોંચાડી હતી. આ સમયે મહિલાએ આ યુવકોનો ખૂબ જ આભાર માન્યો અને પછી બધાએ એકબીજાની રજા લીધી અને ઘરે જવા નીકળ્યા કારણ કે હવે બધાને જ આરામની જરૂર હતી.

Image Source

આ દરમ્યાન ત્યાંથી પસાર થયા ડેન મોરિસન નામના એક વ્યક્તિએ પણ મદદની ભાવના સાથે ગાડીની હઝાર્ડ લાઇટ્સ ચાલુ રાખીને આ લોકોની પાછળ પોતાની ગાડી લીધી, અને અજાણી મહિલાને તેના ઘર સુધી પહોંચાડયા પછી આ યુવકો ડેનની કારમાં જ આ સ્થળે પરત ફર્યા હતા. ડેન મોરિસન અને આ અજાણી મહિલાને લાગ્યું હતું કે આ યુવકો ગાંડા થઇ ગયા છે કે આમ આવી રીતે ગાડીને ધક્કો મારીને મદદ કરશે. પણ આ યુવકોને આ મહિલા અહીં અટવાયેલી રહે એ મંજુર ન હતું એટલે તેઓએ તેની મદદનો આગ્રહ કર્યો હતો. આ યુવકોએ જણાવ્યું હતું કે ‘અમે તેની મદદ કરતા હતા, પણ એ પણ અમારી મદદ કરી રહી હતી.’

18 વર્ષીય યુવક એરોન મેકક્વિલ્લીનએ જણાવ્યું કે ‘અમે ખરા સમયે ખરી જગ્યા પર હતા અને આ એવી ઘટના છે કે જયારે 10 વર્ષ પછી અમે આ ઘટના યાદ કરીશું તો કહીશું કે કેટલી ક્રેઝી વસ્તુ કરી, પણ એ યોગ્ય હતી.’ આ સમય દરમ્યાન ડેન મોરિસનએ આ યુવકોની મદદ કરતી કેટલીક તસવીરો લીધી હતી, અને પછી તેને આ તસવીરો ફેસબૂક પર આ ઘટના સાથે પોસ્ટ કરી હતી, જેને કારણે આ યુવકો અહીંના હીરો બની ગયા. આ ફેસબૂક પોસ્ટ વાયરલ થઇ અને દૂર દૂરથી લોકોએ આ પોસ્ટ પર સારી કૉમેન્ટ્સ કરી.

એરોને આ વિશે ફેસબૂક પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમના ફોનમાં ફેસબૂક પર એવા લોકોના મેસેજ આવી રહયા છે, જેમને તેઓ ઓળખતા પણ નથી, જેમાંથી કેટલાક લોકોએ તેમને મફત ભોજનની ઓફર કરી છે તો કોઈએ તેમને ગિફ્ટ કાર્ડની ઓફર કરી. પણ તેઓ આમાંથી કોઈ પણ ઓફર સ્વીકારતા નથી. સાથે જ તેને જણાવ્યું હતું કે ‘અમે આ કોઈ ઈનામની લાલચે કર્યું ન હતું. આશા છે કે આ ઘટના પરથી ઘણા લોકો શીખ લેશે અને લોકોની મદદ માટે હાથ લંબાવશે. હું ઈચ્છીશ કે જો મારી સાથે આવી કઈ થાય તો લોકો મારી મદદ પણ કરે.’

જયારે બે બાળકોના પિતા મોરિસને પણ કહ્યું કે આ નકારાત્ત્મકતાથી ભરેલી દુનિયામાં આવા સારા બાળકો પણ છે, એ જાણીને આનંદ થયો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks