ખબર

માતા તેના 3 મહિનાના બાળકને આ રીતે મરતા જોતી જ રહી.. કરી હતી આ ભૂલ

એક સ્ત્રી માટે સૌથી મોટું સૌભાગ્ય માતા બનવાનું હોય છે. માતા બન્યા બાદ પણ બાળક જ તેનું સવર્સ્વ હોય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં માતાની એક ભૂલથી બાળક મોતને ભેટ્યું હતું.પહેલી વાર માતા બનેલી એક મહિલાએ એવી ભૂલ કરી કે જેના કારણે તેના ત્રણ મહિનાના બાળકનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના ચીનની છે.

Image source

માતાએ ઘરમાં કેમેરા લગાવ્યા હતા.જેથી તે બાળક પર નજર રાખી શકે. પરંતુ તેનાથી એક ભૂલ થઇત્યારે થઇ જયારે તે એક સારી માતા બનવાનો ઓનલાઇન કોર્ષ કરવા માટે બીજા રૂમમાં હતી. આ દરમિયાન બાળક પેટના જોરે પડી ગયું હતું.

Image Source

માતા ઓનલાઇન કોર્ષમાં શીખી રહી હતી કે બાળકને કેવી રીતે આરામદાયક રીતે સુવડાવી શકાય. ચીનના સાઉથમાં સ્થિત શહેરમાં શાનયાઉમાં પહેલી વાર માતા બનેલી મહિલા બીજા રૂમમાં ઓનલાઇન કોર્ષ શીખવતી સંસ્થા એમી બેબી કેયરના ઓનલાઈન ક્લાસમાં હતી. તો બીજા રૂમમાં જ ઓનલાઇન જ તેના ત્રણ મહિનાના બાળકને નિદેશ આપવાની ટ્રેનિંગ લઇ રહી હતી.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ મહિલા ઓનલાઇન કોર્સ દરમિયાન બાળક પર નજર રાખી રહી હતી. બાળક ઘોડિયામાં હતું. સીસીટીવીમાં બાળક પર નજર રાખતા સ્પીકર અને માઈકથી બાળકને કહી રહી હતી. આ દરમિયાન બાળક રડવા લાગે છે. બાળકને શાંત કરવાની કોશિશ કરે છે. પરંતુ ઓનલાઇન કોર્ષ કરનારા લોકોએ આ મહિલાને કહ્યું કે, તે બાળકને ડિસ્ટર્બના કરે તેને હરકત કરવા દે.

માતા લગાતર કહેતી રહી કે, તેના બાળક પાસે જવા દો. પરંતુ ઓનલાઇન કોર્ષ કરનારી કંપનીના લોકોએ મનાઈ કરી દીધી હતી. આ વચ્ચે બાળક પડી જતા તેનું શ્વાસ રૂંધાઇ જતા મોત નીપજ્યું હતું.


2 કલાક બાદ જયારે આ મહિલા રૂમમાં પહોંચી ત્યારે બાળકનું મોત નીપજી ચૂક્યું હતું. આ બાદ મહિલાએ બધી જ વાત પોલીસને જણાવી હતી. હવે પોલીસ સારી માતા બનવાના કોર્સ કરાવનારી સંસ્થા એમી બેબીકેયરની તપાસ કરી છે. આ સંસ્થા મહિલાઓને ટ્રેનિંગ આપી રહી છે કે, બાળક ખુદ કેવી રીતે સુઈ જાય.

Image Source

જણાવી દઈએ કે, એમી બેબીકેર એક ગ્રાહક પાસેથી 6999 યુઆન એટલે કે, 75474 રૂપિયા ફી લે છે.જેથી તે કોર્ષ કરી શકે.ઓનલાઇન ચેટિંગ ગ્રુપ દ્વારા ટીચરની સામે આ ક્લાસને અટેન્ડ કરી શકાય. જે મહિલાનું બાળક મરી ગયું છે તે પણ કોઈ એક ગ્રુપ સાથે ચેટ કરી હતી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.:pray: