ધાર્મિક-દુનિયા

હનુમાન દાદાના આ ત્રણ મંદિરોમાં દર્શન માત્રથી થાય છે કષ્ટો દૂર, મંદિરનો ઇતિહાસ આજે પણ છે જગ વિખ્યાત, વાંચીને બોલજો, જય હનુમાન!

તમારું દુઃખ સેકન્ડની અંદર દૂર થઇ જશે, આ મંદિરે જઈ આવો

હનુમાન દાદાનું નામ સાંભળતા જ હૈયામાં એક નવો જુસ્સો વ્યાપી જાય, કારણ કે હનુમાન દાદા આજે પણ પૃથ્વી ઉપર ક્યાંક અજર અમર છે, એકમાત્ર તેમને જ અમરત્વનું વરદાન મળ્યું હતું. દાદાના મંદિરો પણ દુનિયાભરમાં ફેલાયેલા છે, આજે પણ દાદાના પરચાઓ આપણને મળતા રહે છે, જીવનમાં જયારે પણ સંકટ આવે ત્યારે આપણે હનુમાન દાદાને યાદ  કરીએ છીએ જેના કારણે તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. આજે આપણે હનુમાન દાદાના એવા જ ત્રણ ઐતિહાસિક મંદિરો વિશે જાણી શું જેના મહિમા સાથે ઇતિહાસ પણ જગ વિખ્યાત છે.

Image Source

1. વાનર મંદિર, વારાણસી:
વારાણસીમાં આવેલા આ મંદિરને સંકટ મોચન મંડળીર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની આસપાસ ઘણા જ વાનરો રહેતા હોવાના કારણે તેને વાનર મંદિર નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મહાકવિ તુલસી દાસને આજ જગ્યાએ હનુમાનજીનું સ્વપ્ન આવ્યું હતું અને એજ સ્થાન ઉપર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરની વિશેષતાએ છે કે અહીંયા આવનાર વ્યક્તિઓને શનિના દોષમાંથી મુક્તિ મળે છે. શનિવાર અને મંગળવારના દિવસે અહીંયા ભક્તોની લાંબી લાઈન લાગેલી પણ જોવા મળે છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે.

Image Source

2. હનુમાન ધારા મંદિર:
રામઘાટથી 4 કિલોમીટર દૂર આવેલા આ મંદિરનું માહાત્મ્ય ખુબ જ મોટું છે, કહેવાય છે કે હનુમાન દાદાએ લંકામાં આગ લગાવ્યા બાદ પોતાની પૂંછડીને અહીંયા જ શાંત કરી હતી. પોતાની પૂંછડીમાં આગ લગાવી તેમને આખી લંકાને સળગાવી મૂકી હતી, પરંતુ પૂંછડીમાં આગ લાગવાના કારણે તેમને બળતરા પણ થઇ રહી હતી જેથી તેમને એ બળતરાને શાંત કરવા માટે પ્રભુ શ્રી રામને વિનંતી કરી ત્યારે ભગવાન રામે બાણ મારી અને પર્વતમાંથી એક ધરાનો પ્રવાહ વહેવડાવ્યો હતો જેનાથી હનુમાનજીની પીડા શાંત થઇ હતી. આજે પણ આ મંદિરમાં એક ધારા વહે છે જે હનુમાનજીની મૂર્તિમાં રહેલી પૂંછડીનો સ્પર્શ કરી અને નીચે વહી જાય છે.

Image Source

3. મહેંદીપુર બાલાજી:
રાજસ્થાનના દૌસા જિલ્લાની નજીક બે પહાડીઓની વચ્ચે મહેંદીપુર બાલાજીનું મંદિર આવેલું છે. આજના સમયમાં ભલે લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ ના કરતા હોય પરંતુ આ મંદિરની અંદર આજે પણ ભૂત પ્રેત અને ખરાબ પડછાયાથી ઘેરાયેલા લોકોના ટોળા આવે છે. અહીંયા બે વાગે કીર્તન શરૂ થાય છે અને તેમાં પીડિતો ઉપરથી ખરાબ પડછાયા અને ભૂત પ્રેત દૂર થાય છે. આ મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે મંદિરની અંદરથી કોઈપણ પ્રસાદ, ખાવા પીવાની કે કોઈપણ જાતની સુંગધિત વસ્તુ પોતાના ઘરે લઇ જઈ નથી શકતા, કારણ કે ત્યાં ઉતેરલા ખરાબ પડછાયા તેના દ્વારા તમારી સાથે આવે છે.

જય હનુમાન..!!