ખબર

બાળકી પેદા થતા જ ત્રણ પુરુષોએ પિતાનો દાવો, જાણો સાચો બાપ કોણ છે- ફિલ્મસ્ટાઈલનીકહાની

કોલકતામાં એક બાળકના જન્મ ને લઈને અનોખો મામલો સામે આવ્યો છે. નવજાત બાળકના પિતા હોવાનો ત્રણ પુરુષોએ દાવો કર્યો છે. આ દરમિયાન મહિલા બેભાન હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફ પણ વિચારમાં પડી ગયો હતો કે આ કેસને હેન્ડલ કેમ કરવો.

Image Source

એકગર્ભવતિ મહિલા શનિવારે કોલકતાની આઇઆરએઇએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે તેની સાથે એક મહિલા અને એક પુરુષ હતા. આ પુરુષે મહિલાના પતિ તરીકે ઓળખળ આપી હતી. ગર્ભવતી મહિલાને પ્રસવપીડા ઉપડતા તેને ઓપરેશન થિએટરમાં લઇ જવામાં આવી હતી. ત્યાં સુધી બધું ઠીકઠાક હતું.  ત્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો.

Image Source

ત્યારબાદ એકે યુવક હોસ્પિટલ પહોંચ્યો અને તેના પતિ તરીકે ઓળખાણ આપી તે મહિલાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હોસ્પિટલના કર્મચારીઓ દંગ રહી ગયા હતા.  કારણકે મહિલા સાથે પહોંચેલા વ્યક્તિએ તેના પતિ તરીકે ઓળખાણ આપી ઓપરેશન ફોર્મ પર સહી કરી હતી. આ વાત હોસ્પિટલના સ્ટાફે બીજા વ્યક્તિને કહી હતી. આટલું જ નહીં આ વ્યક્તિને હોસ્પિટલનો સ્ટાફ તેના પરિવારજનો પાસે લઇ જય તેની ઓળખાણ કરાવી હતી. પરંતુ બન્ને વ્યક્તિએ મહિલાના પતિ તરીકે દાવો કર અચંબામાં પડી ગયા હતા.

Image Source

ત્યારબાદ બન્ને પતિ સાબિત કરવા માટે ઝઘડવા લાગ્યા હતા. આ મામલો વધારે બિચકતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્નેને લગ્નના પ્રુફ લઇઆવવાની કીધું હતું. ત્યારે બીજો વ્યક્તિ પ્રુફ લઈને પહોંચ્યો હતો. ત્યારે મહિલાની માતાએ તેને જમાઈ તરીકે માનવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારે પહેલી વ્યક્તિએ કીધું કે તે ફક્ત તે મહિલાનો મિત્ર છે. ત્યારે પોલીસ રાહ જોતી કે  મહિલા ભાનમાં આવે ત્યારે  જ સાચી ખબર પડે કે તેનો સાચો પતિ કોણ છે.

Image Source

આ દરમિયાન વધુ એક સમસ્યા બની હતી. બન્ને વ્યક્તિઓમાંથી મહિલાનો પતિ કોણ છે?  ત્યારે વધુ એક વ્યક્તિ પહોંચી તેને પણ મહિલાનો પતિ હોવાનો દાવો કર્યો હતો અને નવજાત બાળકીનો પિતા પણ હોવાનો દાવો કર્યો હતો. ત્રીજા વ્યક્તિએ પોલીસને કહ્યું હતું કે, તે મહિલાનો પતિ નથી. પરંતુ બાળકીનો પતિ જરૂર છે.

Image Source

આ સમગ્ર મામલો પોલીસ માટે એક  સમસ્યા છે. પોલીસ પાસે  આ મહિલાનું નિવેદન લીધા વગર કોઈ જ વિકલ્પ  નથી વધ્યો. આ દરમિયાન મહિલા ભાનમાં આવી જતા પોલીસે સ્ટેટમેન્ટ લીધું હતું. જેને સર્ટિફિકેટ બતાવ્યું તેને જ મહિલાએ તેનો પતિ ગણાવ્યો હતો.

Image Source

પોલીસે મહિલાને પૂછ્યું હતું કે તેની માંએ બીજા વ્યક્તિને જમાઈ તરીકેસ્વીકર કરવાનો કર્મ ઇનકર કર્યો  ? ત્યારે તે મહિલાએ જણાવ્યું હતું કે,અમારા બન્નેની મુલાકાત એક ક્લ્બમાં તથૈ હતી. અને બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. આ દરમિયાન હું ગર્ભવતી થઇ ગઈ હતી.  ત્યારે મેં લગ્નનું કહ્યું હતું તો તેને બચવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે એપ્રીલમાં પોલિસના સહયોગથી અમારા લગ્ન થયા હતા. પરંતુ અમારા લગ્ન બન્નેમાંથી કોઈ પણના પરિવાર સ્વીકાર્યા ના હતા. તેથી અમે અલગ રહેતા હતા. મારી માતા ગુસ્સાને કારણે મારા પતિનો જમાઈ તરીકે સ્વીકાર નથી કરતી. આ સમગ્ર ઘટના બાદ મહિલાને તેનો સાચો પતિ અને નવજાત બાળકીને તેના પિતા બાબતે બધાને ખબર પડી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks