રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશ નદીમાં ડૂબ્યા, પતિની આંખો સામે જ પત્ની, જમાઈ અને પ્રપૌત્રી તણાયા

દિવાળીનો તહેવાર હોય ઘણા લોકો આ સમયે ફરવા જવાનું પ્લાનિંગ બનાવતા હોય છે, છેલ્લા બે વર્ષથી તો કોરોનાએ ફરવાની અને દિવાળીની મજા પણ બગાડી હતી, પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો હોવાના કારણે લોકો ઘરની બહાર નીકળી પ્રવાસન સ્થળો ઉપર ફરવાનો આનંદ માણી રહ્યા છે. પરંતુ આવા સમયમાં કેટલીક દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે, હાલ એવી જ દુઃખદ ઘટના ઋષિકેશથી સામે આવી છે, જ્યાં રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યો નદીમાં તણાયાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઇ કારિયા પોતાના પરિવાર સાથે ઋષિકેશ ગયા હતા. ત્યારે ત્યાં ઋષિકેશમાં આજે મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે ભીમ ચડ્ડામાં તેમની પૌત્રી ન્હાવા ગઈ ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા ગબડી પડી હતી એ જ સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગઈ હતી જેને બચાવવા ગયેલા પરિવારના અન્ય બે લોકો પણ ડૂબી ગયા હતા.

એક જ પરિવારના કુલ 3 સભ્યો ડૂબી જતાં પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. નદીમાં ડૂબું ગયેલા ત્રણ લોકોમાંથી એક નો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.આમ, દિવાળીના તહેવારોના સમયે જ આવી દુઃખદ ઘટના સામે આવવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે.

દિલીપભાઇ કારિયા પુત્રી – જમાઈ પૌત્રી અને પત્ની સાથે ઋષિકેશ ખાતે ફરવા ગયા હતા.  ઋષિકેશમાં જ્યારે આ બનાવ બન્યો તે પૂર્વે મૃતક સોનલબેહેને પોતાના માતા-પિતા સાથે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવતા સમયે દીકરી તેમજ તેના માતા-પિતાને ખ્યાલ પણ નહોતો કે આ તેમનો એક સાથે અંતિમ વીડિયો હોઈ શકે છે. ખમ્મા ઘણી લાડકવાઈ ને ઘણી ખમ્મા નામના સોંગ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.

Niraj Patel