30 મેના રોજ બની રહ્યો છે દુર્લભ સંયોગ, એક સાથે આવી રહ્યા છે ત્રણ વ્રત

Vat Savitri Vrat 2022: ભારતના વૈદિક શાસ્ત્રોમાં વ્રત અને તહેવારોનું ખુબ મહત્વ છે, તેમની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. આ વ્રત યોગ્ય રીતે કરવામાં આવે તો તેના ફાયદા ચોક્કસથી થાય છે. આવું જ એક વ્રત છે વટ સાવિત્રીનું, જેની પૂજા અને ઉપવાસનું હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની અમાસના દિવસે આવે છે. તે પ્રમાણે આ વર્ષે મહિલાઓ 30 મેના રોજ વટ સાવિત્રીનું વ્રત રાખશે. આ વ્રત અંગે એવી માન્યતા છે કે પરણિત મહિલાઓ પોતાના પતિની લાંભી ઉંમર માટે રાખે છે.

આ વર્ષે વટ સાવિત્રીની તિથિ ઘણા પ્રકારે મહત્વની છે. હકિકતમાં એક સાથે ત્રણ તિથિ આવી રહી છે. 30 મેના રોજ વટ સાવિત્રી, સોમવતી અમાસ અને શનિ જયંતિ પણ મનાવવામાં આવશે. આજ કારણે આ તિથિને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ છે. અત્યારથી જ મહિલાઓએ આ વ્રતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વટ સાવિત્રીના દિવસે મહિલાઓ સ્નાન કરીને સ્વચ્છ અને સુંદર વસ્ત્રો પહેરી વડની પૂજા કરે છે. આ દરમિયાન પુરા વિધિ વિધાન સાથે વડની પરિક્રમા કરી માતા વટ દેવીની આરાધના કરે છે. એવી માન્યતા છે કે,સતી સાવિત્રી વટ દેવીએ પોતાના પતિના જીવને બચાવવા જેઠ મહિનાની અમાસના દિવસે જ વડના વૃક્ષની નીચે પૂજામાં તલ્લીન રહી અને પોતાના પતિને જીવન દાન અપાવ્યું હતું. ત્યારથી પરણિત મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુ માટે વટ સાવિત્રીનું વર્ત રાખી વડની પૂજા કરે છે.

તમને જણાવી દઈએ કે, જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ થાય છે પૂનમના દિવસે પૂરું થાય છે. આ અંગે વિગતે સમજીએ તો, વડના ઝાડ નીચે મહિલાઓએ સંકલ્પ કરવો કે તેઓ કુટુંમ્બની સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું આ બ્રહ્મસાવિત્રી વ્રત કરી રહી છું. મને તેનું પુરેપુરુ ફળ મળે. આ ઉપરાંત વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવાનો હોય છે અને અબીલ, ગુલાલ, કુંકુ-ચોખા અને ફૂલોથી વડના વૃક્ષનું પૂજન કરવાનું હોય છે. વડના વૃક્ષને જળ પણ ચઢાવવામાં આવે છે. પછી સુતરનો દોરો લઈને વડના થડને 108 વાર વીટાળીને પ્રદક્ષિણા કરવાની હોય છે. પ્રદક્ષિણા કરતી વખતે મહિલાઓએ नमो वैवस्वताय મંત્રનો જાપ કરવાનો હોય છે. આ ઉપરાંત પોતાના પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવાની હોય છે.

YC