મોટાપો ઘણી જ બીમારીઓની જડ છે. માટે સ્વસ્થ રહેવા માટે વજન કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે. કસરત અને ડાયટ કર્યા બાદ પણ જો તમારું વજન ના ઘટી રહ્યું હોય તો તમારે બીજી કોઈ રીત ઉપર વિચાર કરવો જોઈએ. આજે આપણે જાણીશું 3 ફોર્મ્યુલા વાળી ડાયટ વિશે, જેનાથી બહુ જ સરલાથી વજન ઘટાડી શકાય છે.

ન્યુટ્રીશયનીસ્ટનું કહેવું છે કે ફિટ, મોટા કે પાતળા હોવામાં કેલોરીની માત્રાની કોઈ જ લેવા-દેવા નથી. તેના માટે તમારે કાર્બોહાઇબ્રેડ અને ફેટ વાળા ખાવા ઉપર કંટ્રોલ કરવો જોઈએ. ડાયટમાં સીઝનેબલ ફળો અને શાકભાજી સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત ખાવાના સ્વાદ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. પોતાના ખોરાક દાળ-ભાત જરૂર ઉમેરો.

શું છે ત્રણ ફોર્મ્યુલા ડાયેટ:
ડાયટિશિયન લોકોને જમવાનું જમતી વખતે ત્રણ ફોર્મ્યુલા અપનાવવાનું કહ્યું છે. પહેલો ફોર્મ્યુલા જમતી વખતે તમે માનસિક રીતે સંપૂર્ણ એક્ટિવ રહેવા જોઈએ. તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો તેને સારી રીતે જોઈને, સૂંઘીને અને સ્વાદ લઈને ખાવું.
બીજો ફોર્મ્યુલા એ છે કે ખાવાનું કોઈપણશાંત જગ્યા ઉપર ખાવું. જમતી વખતે ફોન, લેપટોપ, ટીવી, પુસ્તક કે ન્યુઝ પેપર ઉપર ધ્યાન ના આપવું.
જયારે ત્રીજો ફોર્મ્યુલા છે નીચે બેસીને જમવાનું જમવું. પ્રયત્ન કરવો કે દિવસમાં એકવાર જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર ના બેસતા નીચે પલાંઠી વાળીને જ બેસીને જ જમવું.

ખોરાકની માત્રને કેવી રીતે કરવી કંટ્રોલ:
ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે જમવાની માત્રાને પણ એક મેટલ મિલ મેપ દ્વારા ઓછી કરી શકાય છે. તેના પણ ચાર ચરણ છે.
પહેલું ચરણ: તમે જેટલું ભોજન કરવા માંગો છો. તેની કલ્પના કરો. બીજું ચરણ: પહેલા ચરણમાં તમે જેટલા ભોજન જમવાની કલ્પના કરી છે તેનો અડધો જ ભાગ પેલ્ટની અંદર પીરસો.
ત્રીજું ચરણ: બીજા ચરણમાં તમે જેટલું ભોજન લીધું છે. તેને ખાવા માટે ડબલ સમય લેવો. ચોથું ચરણ: જો તમને હજુ પણ ભૂખ લાગી રહી છે તો પહેલા ચરણથી ફરી પાછી એજ પ્રક્રિયા શરૂ કરવી. જમવાનું જમતી વખતે પૂરતો સમય લેવો. જલ્દી જલ્દી ખાવાથી તમને ભોજનની તૃપ્તિનો અનુભવ નહિ થાય.

ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે પ્લેટનો અડધો ભાગ એટલે કે 50 ટકા ભાગ અનાજ અથવા બાજરી (ચોખા, રોટલી, જુવાર, બાજરી)થી ભરેલો હોવો જોઈએ. પ્લેટનો 35 ટકા ભાગ દાળ (દાળ અથવા ફળ) અને શાકથી ભરેલો હોવો જોઈએ. જો તમે માંસાહાર કરો છો તો પ્લેટમાં 35 ટકા ભાગ નોનવેજ હોવું જોઈએ.