ધાર્મિક-દુનિયા

ચમત્કાર: ભારતમાં દેખાયા 3 આંખ અને 3 શિંગડાવાળા નંદી, વિડીયો થયો વાઇરલ- જુઓ વિડીયો

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાળ ભૈરવ મંદિરમાં એક પવિત્ર ગાય જોવા મળી છે, આ ગાયના ત્રણ શીંગડા છે જે ત્રિશૂળ જેવા દેખાય છે અને ભગવાન શિવની જેમાં આ ગાયને ત્રણ આંખો પણ છે. આપણા દેશમાં હાલ આ પવિત્ર ગાયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

એક કહેવાય રહ્યું છે કે આ પવિત્ર ગાયના ત્રણ શીંગડા છે અને માથાની વચ્ચે આવેલા ત્રીજા શિંગડાની નીચે જ ત્રીજી આંખ પણ છે. એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે ત્રિશૂળ જેવા ત્રણ શીંગડા અને ભગવાન શિવ જેવી ત્રણ આંખો વળી આ ગાય મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાળ ભૈરવ મંદિરમાં છે. પરંતુ આ વાતમાં સંપૂર્ણ સત્ય નથી, પરંતુ અર્ધસત્ય છે.

હકીકતે આ ગાયને ત્રણ શીંગડા છે એ વાત સાવ સાચી છે પરંતુ તેને ત્રણ આંખો નથી. આ ઉપરાંત વિડીયોઆ જોવા મળતું આ પ્રાણી ગાય નહિ પણ બળદ છે. વિડીયોમાં દેખાતો આ નંદી સાચ્ચે જ ત્રણ શીંગડા વાળો છે પરંતુ તેના વચ્ચેના શીંગડા નીચે આંખ નથી પરંતુ ફક્ત એક નિશાન છે આંખ જેવું દેખાય છે.

ત્રણ શીંગડા અને ‘ત્રણ’ આંખ ધરાવતો આ નંદી વર્ષ 2016માં ઉજ્જૈનમાં યોજાયેલા કુંભ મેળામાં બુંદેલખંડના છતરપુરના બલદેવ મહારાજ લઈને આવ્યા હતા. આ ખાસ નંદીએ ઉજ્જૈનમાં મેળા વખતે ઘણા શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા હતા. લોકો આ પશુને પવિત્ર નંદીનું સ્વરૂપ સમજીને પૂજા કરવા લાગ્યા.

કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ પવિત્ર નંદી ઉજ્જૈનના કાળ ભૈરવના મંદિરમાં આવ્યો અને ક્યાંથી આવ્યો તે કોઈને ખબર નથી. જોકે બલદેવ મહારાજનું કહેવું છે કે તેઓ 10 વર્ષથી આ નંદીનને રાખે છે, જે તેમને કિશનગઢની નજીક આવેલા એક ગામના ખેડૂતે આપ્યો હાટ જેને જટા શંકર ધામ આશ્રમમાં છોડીને જવાયો હતો.

આ નંદીને ખાસ માનનારા બલદેવ મહારાજના કહ્યા પ્રમાણે, એક ખેડૂતની ગાયે આ ત્રણ શીંગડા વાળા વિચિત્ર પ્રાણીને જન્મ આપ્યો હતો અને 03 વર્ષ પછી જયારે આ પ્રાણી આક્રમક થવા લાગ્યું ત્યારે તેને આશ્રમમાં છોડી દીધું હતું.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગાયથી સંબંધિત પશુઓ ક્યારેક ત્રણ અને ચાર શીંગડા સાથે પણ પેદા થાય છે, અને ભાગ્યે જ ત્રીજી આંખવાળા હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App