“મારી સાથે ત્રણ ડોક્ટરોએ કર્યો ગેંગરેપ, પોલીસે કહ્યું, “લિવ ઇનમાં રહું છું તો લગ્ન કેમ નથી કર્યા ?” માનવતાને શર્મસાર કરનારી ઘટના આવી સામે, જાણો સમગ્ર વિગત ક્લિક કરીને
ડોકટરને ધરતી ઉપરના ભગવાન કહેવામાં આવે છે, માણસ જયારે કોઈ બીમારીના કારણે મોતના મુખમાં ધકેલાઈ જાય ત્યારે ડોક્ટર જ ભગવાન બનીને તેનો જીવ બચાવતા હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને ડોક્ટરના ધર્મને શર્મસાર કરી દીધો છે. એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ ડોક્ટરોએ ભેગા મળીને એક યુવતી સાથે સામુહિક બળાત્કાર કર્યો છે. જે અંતર્ગત યુવતીએ કેસ નોંધાવ્યો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર યુપીના બસ્તી જિલ્લામાં ગેંગરેપનો આ સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સામૂહિક બળાત્કારના ત્રણેય આરોપીઓ વ્યવસાયે ડોક્ટર છે. ત્રણેય ખૂબ જ હાઈપ્રોફાઈલ ડોક્ટર છે. પીડિત યુવતી લખનઉની રહેવાસી છે. સામૂહિક બળાત્કારનો મુખ્ય આરોપી ડૉ.સિદ્ધાર્થ સિન્હા છે. પીડિત યુવતી આ ડોક્ટર સાથે છેલ્લા 1 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી.
ઘટનાની માહિતી મળતાં પોલીસે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પીડિત યુવતીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે. યુવતીએ કહ્યું કે જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે તેને પૂછવામાં આવ્યું કે જ્યારે તે તેની સાથે લિવ-ઈનમાં હતી ત્યારે તે તેની સાથે લગ્ન કેમ ન કરી શકી. પીડિતાએ એમ પણ કહ્યું છે કે પોલીસે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. જેના પર પીડિતાએ સવાલો ઉઠાવ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે પીડિત યુવતીએ બસ્તી પોલીસની સામે રડી રડીને પોતાની આપવીતી જણાવી. યુવતીનો આરોપ છે કે ત્રણ ડોક્ટરોએ મારી સાથે ગેંગરેપ કર્યો. વિરોધ કરવા પર મને માર પણ મારવામાં આવ્યો હતો. લખનઉમાં રહેતી મહિલાએ જણાવ્યું કે હું અને ડો. સિદ્ધાર્થ સિન્હા એકબીજાને પહેલાથી ઓળખીએ છીએ. આરોપી હાલમાં બસ્તીની મેડિકલ કોલેજના બ્લડ બેંક વિભાગનો એચઓડી છે.
પીડિતાએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી અમે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. યુવતીએ પોલીસને વોટ્સએપ ચેટની વિગતો પણ બતાવી છે. જે દર્શાવે છે કે થોડા દિવસો પહેલા ડોક્ટર સિદ્ધાર્થ સિન્હાએ બસ્તી બોલાવી હતી. ત્યારપછી તેના બે મિત્રો સાથે મળીને બસ્તી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ગેંગરેપ કર્યો. આટલું જ નહીં વિરોધ કરવા પર મારપીટ પણ કરવામાં આવી હતી. ઘટના બાદ પીડિતા બસ્તીની પોલીસ ઓફિસ પહોંચી અને ફરિયાદ આપી.
મામલાની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષકે તરત જ કોતવાલી પોલીસને કેસ નોંધીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ કોતવાલી પોલીસે મહિલાની ફરિયાદ પર કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. યુવતીએ એમ પણ જણાવ્યું કે મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને જણાવ્યું તો પોલીસે કહ્યું કે તેની સાથે લગ્ન કેમ ન કર્યા. હું એક મહિલા છું, પોલીસે મારી સાથે આવો વ્યવહાર કર્યો. મોદીજી અને યોગીજીની જાહેરાત છે કે બાળકો અને મહિલાઓને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં નહીં આવે, પરંતુ મારી સાથે દુર્વ્યવહાર થયો છે. સિદ્ધાર્થ મારો બોયફ્રેન્ડ હતો પરંતુ તેણે તેના બે મિત્રો સાથે મળીને મારી સાથે ઘણું ખોટું કર્યું. આ માટે તેને સજા મળવી જોઈએ.