ખબર

જયંતિ રવિના નિવેદનથી લોકો આશ્ચર્યજનક થઇ ગયા, કોરોનાની લડાઈ હજુ 2 મહિના ચાલશે…જાણો વિગત

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ભારતમાં કુલ 24,942 પોઝિટિવ કેસ નોંધાયા છે તો ગુજરાતમાં પણ કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 3061એ પહોંચ્યો છે.

Image Source

જેમાંથી માત્ર અમદાવાદ શહેરમાં જ 2003 દર્દીઓ નોંધાયા છે.. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા શહેરમાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 133 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

આજના નવા 256 કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 182 કેસ, આણંદમાં 5, બનાસકાંઠામાં 11, ભાવનગરમાં 5, પાટણમાં 1, છોટા ઉદેપુરમાં 2, ગાંધીનગરમાં 4, મહીસાગરમાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 2, સુરતમાં 34, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજે ટોટલ 6 વ્યક્તિના નાં મૃત્યુ થયા છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Image Source

કોરોના અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.

Image source

ડાયાબિટીસ, બીપી, હાર્ટની બિમારી, કિડનીની તકલીફ, મગજના રોગો, કેન્સર, અલગ પ્રકારનાં બિમારી હોય એવાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી ત્યારે કોવિડ થતાં આ લોકો બિમારી સામે લડવામાં સક્ષમ નથી. ત્યારે આ 5% લોકોએ સજાગ રહેવાની જરૂર છે.

જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ જિલ્લામાં કોરોનાના કેસ સામે આવ્યા નથી. હજુ બે મહિના સુધી લડાઈ ચાલશે. બીજી બાજુ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસના દર્દીઓમાં હવે તેના લક્ષણો દેખાઈ રહ્યા નથી. શહેરમાં 80 ટકા કેસમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી.

વિશ્વમાં 210થી વધુ દેશમાં કોરોનાનો કહેર છે. ચીનમાં 2019ના અંતમાં કોરોના વાયરસ ફેલાયો હતો. ભારતમાં 32 રાજ્યો કોરોનાથી પ્રભાવિત થયા છે.

Image source

કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં તો છે જ સાથે-સાથે ભારતમાં પણ વધતો જાય છે. દેશમાં આ ડેન્જર વાયરસથી અત્યાર સુધીમાં આશરે 23,452 કેસ સામે આવી ચૂક્યા છે તો ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રકોપ ઉતર્યો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 2815એ પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના 2000+ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે આજે અમદાવાદમાં લાદવામાં આવેલો કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં I T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

તો બેઠકમાં પાનના ગલ્લા અંગે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, અને આ સાથે જ જે લોકો સલૂનમાં જવાની જોઈ રહ્યા હતા તેને પણ રાહ જોવી જ પડશે.

આ બેઠકમાં ફૂલની દુકાનો, સોનાની દુકાનો, ટ્રાવેલ્સની ઓફીસ, ગિફ્ટ આર્ટિકલ, ફોટો સ્ટુડિયો, પગરખા દુકાનો, હાર્ડવેર, કટલેરી દુકાનો અને રિક્ષાઓને હાલ મંજૂરી આપવામાં નથી આવી. તો આઈસ્ક્રીમની દુકાનો હોટેલો વિશે હજુ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો.સાથે જ ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.