ગરબા જોઇ પરત ફરતા 3ના મોત; બાઈક અને ફોર્ચ્યુનરના ફૂરચેફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો

ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે ત્યારે હાલમાં જ બનાસકાંઠાના ધાનેરા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ફોર્ચ્યુનર કાર અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર થઇ કે ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં જ્યારે એક ઘાયલ છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને કારમાં સવારની શોધ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે મોડી રાત્રે બનાસકાંઠાના ધાનેરાના ખીંમત પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બનાસકાંઠાના ડીસાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા પોતાની મોટરસાઇકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા ગયા હતા.

ચારેય રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ ગરબા જોઈને પરત ફરી રહ્યા હતા તે સમયે ખીમંત ગામના ઉમેદપુરાના પાટિયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે જોરદાર ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે એક યુવત ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડાયો. ફોર્ચ્યુનરના ચાલકે બાઇકને અડફેટે લઈ 200 મીટર સુધી ઢસડ્યું હતું. જો કે, અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારમાં બે લોકો સવાર હતા અને અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ પાંથાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી.

જણાવી દઇએ કે, અકસ્માતના વીડિયો પણ વાયરલ થયા છે જેમાં ફોર્ય્યુનર કારમાં દારૂની બોટલ પડી હોવાનું અને એક જ નંબરની ત્રણ નંબરપ્લેટ હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં મોતને ભેટેલા યુવકોમાં મહીપતસિંગ ભજુસિંગ વાઘેલા, પંકજસિંગ ધારૂસિંગ વાઘેલા અને યોગેન્દ્રસિંગ વીજુસિંગ વાઘેલાનો સમાવેશ થાય છે, જ્યારે મહાવીરસિંગ દાદુસિંગ વાઘેલા ઈજાગ્રસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by News18 Gujarati (@news18gujarati)

Shah Jina