સુરતમાં તાપી નદીમાં 2 બાળકોના થયા દર્દનાક મૃત્યુ, પરિવારનું હૈયાફાટ રૂદન- દરેક વાલીઓ ચેતી જજો – જાણો ફટાફટ
ગુજરાતમાંથી ઘણીવાર નદીમાં બાળકો અને મોટા લોકોના ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર નાના બાળકો રમત રમતમાં નદીમાં ડૂબી જતા હોય છે અને તેઓનું મોત નિપજતુ હોય છે ત્યારે હાલ સુરતમાંથી ત્રણ બાળકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર રમી રહેલા 2 બાળકો અને 1 બાળકી ભરતીને લીધે પાણીમાં તણાઇ ગયા હતા.આ ત્રણ બાળકોમાંથી 2ના મોત નિપજ્યા હતા જયારે એક બાળકીનો પત્તો મોડા સુધી લાગ્યો ન હતો.

આ ત્રણેય બાળકો રાંદેરમાં રહેતા હતા. તેઓ તાપી નદીના પટ પર ગત બપોરે ફરવા આવ્યા હતા અને પછી રમવા ગયા હતા ત્યારે ત્રણેય જયારે રમવામાં મશગુલ હતા ત્યારે અચાનક ભરતીનું પાણી આવી જતા તેમાં ખેંચાઇ ગયા હતા અને આગળ જઇ ખાડામાં ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘણી શોધખોળ બાદ બાળકોની લાશ મળી આવી હતી.

પરંતુ એક કિશોરીની ભાળ મળી ન હતી. આ ઘટનાની જાણ રાંદેર પોલિસને કરાતા તે તાત્કાલિક ઘટનાસ્થેળ પહોંચી હતી અને બાળકોની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. તપાસમાં સામે આવ્યુ છે કે, ત્રણેય બાળકો રાંદેરના ઇકબાલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં હતાં.

ઘટનાની વિગત જોઇએ તો, રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષિય મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષિય શહાદત રહિમ શાહ અને 14 વર્ષિય સાનિયા ફારૂક શેખ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા. ત્યારે જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઇ ગયા હતા.