ભાવનગરમાં શાળાએથી ઘરે આવતા ફેન્સીંગ તારને અડકી જવાના કારણે 3 માસુમ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા, આખા ગામમાં છવાયો શોકનો માહોલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અક્સમાતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેને લઈને લોકોમાં પણ ફફડાટ વ્યાપી જતો હોય છે. ત્યારે હાલ ભાવનગરના મહુવામાં આવેલા કાટીકડા ગામની અંદરથી એક એવી ઘટના સમયે આવી છે જેને હોશ ઉડાવી દીધા છે. ગામમાં એક સાથે જ 3 માસુમ બાળકોના મોતના કારણે આખા ગામની અંદર શોકનો માહોલ છવાયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કાટીકડા ગામમાં રહેતા 2 વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થીની શાળાએથી પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન જ રસ્તામાં વાડીએ પશુઓને ભગાડવા માટે વાડીની ફેન્સીંગમાં મૂકેલું ઝટકા મશીનના કારણે તારને અડી જવાના કારણે ત્રણેય વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગામલોકો પણ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ત્રણેય માસુમ બાળકોને તાત્કાલિક હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા જ આખા ગામની અંદર શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ ઘટના અબિન્જની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને ત્યાંથી ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે મૃતક બાળકોમાંથી તેના એક પરિવારજને જણાવ્યું કે હું ખેતરમાં હતો ત્યારે નૈતિકને શોક લાગ્યો હોવાની બૂમો સંભળાઈ હતી. જેના કારણે હું દોડ્યો અને જાણવા મળ્યું કે ગામના છેવાડે તેને શોક લાગ્યો છે. ત્યાં જતા જ મેં જોયું તો ત્રણેય બાળકો જમીન પર પડ્યા હતા અને તેમના પર વાયર પણ પડ્યો હતો. મેં ત્રણેય બાળકોને બહાર કાઢ્યા પરંતુ મને શોક ના લાગ્યો. ખબર નહિ આવું શા કારણે થયું ? ત્યારે હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે બાળકોને કોની બેદરકારીના કારણે શોક લાગ્યો અને તમેનું મોત થયું.

Niraj Patel