ખબર

એક સાથે ત્રણ બાળકો નદીમાં ગરકાવ થતા પરિવારમાં છવાયો દુઃખનો માહોલ

2 દિવસ પહેલા સુરતમાં ઉમરગામ નેપાળી પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા ગયા હતા. જે પૈકી ત્રણ બાળકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્રણ બાળકો પૈકી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

પરંતુ હજુ એક બાળકી લાપતા હતી. એક પરિવારના ત્રણ બાળકોના નિધનને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે નેપાળી પરિવાર કલ્પાંત કરી રહ્યો હતો. 36 કલાક બાદ ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Image source

મુળ નેપાળના વતની પ્રેમસિંગ માનસિંગ થાપા પરિવાર સાથે પારલે પોઈન્ટ, સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલા સુંદરમ એપાર્ટમેન્ટમાં વોચમેનની રૂમમાં રહે છે. પ્રેમસિંગના બાળકો સુનિતા અને પ્રદિપકુમાર તેમ જ પુરન વિશ્વકર્માની પુત્રી નિરુ અને પુત્ર રાહુલ રમતા-રમતા અંબાજી મંદિરની પાછળ તાપી નદી કિનારે પહોંચ્યાં હતા.

આ ચાર બાળકો રમતા રમતા નદી કિનારે આવી પહોંચ્યા હતા. જોકે ચારે બાળકો નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી એકે બાળક નદીમાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો હતો. અને ઘરે જઈને પરિવારને જાણ કરી હતી કે બહેન સાથે મોટા ભાઈઓ દીકરો અને દીકરી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.